Rohit Sharma Record in World Cup: ઓક્ટોમ્બર મહિનામાં યોજાનાર ટી20 વર્લ્ડ કપ 2022 માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની જાહેરાત થઈ ચુકી છે. આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમની કમાન રોહિત શર્માના હાથમાં હશે. તો આ વખતે ટી20 વર્લ્ડ કપમાં ઉજરતાં જ ભારતીય કેપ્ટન રોહિત શર્મા એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લેશે. આ વર્લ્ડ કપમાં રોહિત શર્મા સતત 8 વર્લ્ડ કપ રમનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બનશે.
રોહિત રચશે ઈતિહાસઃ
ટી20 વર્લ્ડ કપ 2022માં રમવા ઉતરશે તે સાથે ભારતીય કેપ્ટન રોહિત શર્મા ઈતિહાસ રચશે. રોહિત ભારત માટે સતત 8 ટી20 વર્લ્ડ કપ રમનાર પ્રથમ ખેલાડી બની જશે. રોહિતે અત્યાર સુધી સતત 7 ટી20 વર્લ્ડ કપમાં ભાગ લીધો છે. રોહિત આ વર્ષના ટી20 વર્લ્ડ કપમાં ભારત તરફથી આઠમી વખત રમવા ઉતરશે અને આમ કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બનશે. રોહિત શર્માએ ટી20 વર્લ્ડ કપની પ્રથમ એડિશનથી લઈને 2022 સુધી કુલ 8 સીઝન સુધી બધા ટી20 વર્લ્ડ કપમાં ખેલાડી બની જશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઓસ્ટ્રેલિયામાં રમાનાર 2022 T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને જગ્યા મળી છે. તે જ સમયે જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલની વાપસી થઈ છે. જોકે, ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને દીપક ચહરને T20 વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. શ્રેયસ અય્યર અને રવિ બિશ્નોઈ પણ વર્લ્ડ કપની ટીમમાં નથી. જોકે આ તમામ ખેલાડીઓને સ્ટેન્ડબાય તરીકે ટીમમાં ઉમેરવામાં આવ્યા છે.
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત (વિકેટકિપર), દિનેશ કાર્તિક (વિકેટકિપર), હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ અને અર્શદીપ સિંહ.
સ્ટેન્ડબાય ખેલાડીઓ- મોહમ્મદ શમી, શ્રેયસ અય્યર, રવિ બિશ્નોઈ અને દીપક ચહર.
આ પણ વાંચોઃ