IND vs AUS T20I Series : ટી20 વર્લ્ડકપ શરૂ થાય તે પહેલા ભારતીયી ટીમ ઓસ્ટ્રેલિયા સામે ટી20 સીરીઝ રમવાની છે, પરંતુ આ પહેલા ક્રિકેટ ફેન્સ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે, ઓસ્ટ્રેલિયન ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના ત્રણ ખેલાડીઓ ભારત સામેની સીરીઝ પહેલા જ ટીમની બહાર થયા છે. આ સીરીઝ 20 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહી છે. આ તમામ ખેલાડીઓને સામાન્ય ઇન્જરી થઇ છે અને કાંગારુ ક્રિકેટ બોર્ડે તેમના રિપ્લેસમેન્ટની પણ જાહેરાત કરી દીધી છે.


આ ત્રણ ખેલાડીઓ થયા ટીમની બહાર - 
ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ત્રણ ટી20 મેચોની સીરીઝ પહેલા કાંગારુ ટીમના ત્રણ મેચ વિનર ખેલાડીઓને ઇજા પહોંચી છે. રિપોર્ટ અનુસાર, ફાસ્ટ બૉલર મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટૉઇનિંસ અને મિશેલ માર્શને ઇજા પહોંચી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલી ટીમના સ્ટાર બેટ્સમેન ડેવિડ વૉર્નરને આરામ આપી દેવામાં આવ્યો હતો. હવે આ સીરીઝમાં ભારત સામે ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડીઓ સામેલ નથી.


ઓસ્ટ્રેલિયન બોર્ડે આ ત્રણેયના રિપ્લેસમેન્ટ તરીકે નાથન એલિસ, ડેનિય સેમ્સ અને સીન એબૉટને ટીમમાં સામેલ કર્યા છે. આ ખેલાડીઓની સામાન્ય ઇજા છે, અને કાંગારુ ટીમ ટી20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખતા કોઇ જોખમ લેવા માંગતુ નથી. 


ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ - 
20 સપ્ટેમ્બર - પહેલી ટી20, મોહાલી 
23 સપ્ટેમ્બર - બીજી ટી20, નાગપુર
25 સપ્ટેમ્બર - ત્રીજી ટી20, હૈદરાબાદ 


આ પણ વાંચો......... 


ઝિમ્બાબ્વેના આ ખેલાડીને મળ્યો ICC પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ, બેન સ્ટોક્સ અને મિશેલ સેંટનરને પાછળ છોડ્યા


Records: ભારત-ઓસ્ટ્રેલિયા, ટી20માં કઇ ટીમ કોના પર પડી છે ભારે, જાણો બન્ને ટીમોના અત્યાર સુધીના આંકડા


T20 World Cup 2022: 2007 T20 WC માં રમેલા આ બે ભારતીય ખેલાડી 2022નો પણ ટી20 વર્લ્ડકપ રમશે, જાણો વિગત


Virat: વિરાટ કોહલીએ ટ્વીટર પર બતાવી તાકાત, બની ગયો આ ઉપલબ્ધિ હાંસલ કરનારો પહેલો ક્રિકેટર


T20 WC: કયા દિગ્ગજે રોહિતને વર્લ્ડકપમાં ધોની વાળી કરવા કહ્યું, ટ્વીટ કરીને શું આપી દીધી સલાહ, જાણો


Team India New Jersey: T20 વર્લ્ડ કપમાં નવી જર્સી સાથે ઉતરશે ટીમ ઈન્ડિયા, જુઓ વીડિયો