England vs India, 5th Test (Rescheduled match): ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ બર્મિંઘમના એઝબેસ્ટૉનમાં રમાશે. ભારતીય ટીમ આ સીરીઝમાં હાલ 2-1 થી આગળ છે. આવામાં ટીમ ઇન્ડિયાની નજર ટેસ્ટમાં જીત મેળવી સીરીઝ પર કબજો જમાવીને આગળ રહેવાની છે, વળી ઇંગ્લેન્ડની નજર પણ ટેસ્ટને ડ્રૉ કરાવવા તરફ રહેશે.
જોકે આ મહત્વની મેચમાં ટીમ ઇન્ડિયા પહેલાથી જ પરેશાનીમાં આવી ચૂકી છે, રેગ્યુલર કેપ્ટન રોહિત શર્મા ઇંગ્લેન્ડમાં જ કોરોનાની ઝપેટમાં આવી ગયો છે, આવામાં રોહિતનુ રમવુ હજુ શંકાસ્પદ છે. જો રોહિત નહીં રમે તો ટીમને નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરવાની ફરજ પડશે. આવામાં જસપ્રીત બુમરાહ અને ઋષભ પંત સૌથી મોટા દાવેદાર છે.
જો રોહિત શર્મા નહીં રમે તો ટીમમાં મોટા પાયે ફેરફાર થઇ શકે છે. આવામાં શુભમન ગીલને ઓપનિંગમા મોકો મળી શકે છે, અને તે મયંક અગ્રવાલ સાથે ઇનિંગની શરૂઆત કરી શકે છે.
રોહિત વિના આવી હશે ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
શુભમન ગીલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, હનુમા વિહારી, ઋષભ પંત, રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
આ પણ વાંચો......
Motorola G42 : 4 જુલાઇએ લૉન્ચ થશે મોટોરોલાનો આ ધાંસૂ સ્માર્ટફોન, આવા છે કમાલના ફિચર્સ
ઉદેપુરમાં દરજીની હત્યા પર ભડકી બૉલીવુડની આ બે હૉટ એક્ટ્રેસ, જાણો સરકારને શું કરવા કહ્યું
India Corona Cases Today : દેશમાં એક્ટિવ કેસનો આંકડો પહોંચ્યો એક લાખ નજીક, જાણો આજની શું છે સ્થિતિ
GST Council ની બેઠકમાં આ વસ્તુઓ પર ટેક્સ વધારવાને મળી મંજૂરી, જાણો કઈ-કઈ વસ્તુ થશે મોંઘી!