India Vs England Edgabston Test: આગામી 1લી જુલાઇથી ઇંગ્લેન્ડ વિરુદ્ધ એઝબેસ્ટૉનમાં રમાનારી એકમાત્ર ટેસ્ટ મેચમાં કેપ્ટન રોહિત શર્માના રમવા પર શંકા છે, કેમ કે રોહિત હાલમાં કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. પરંતુ હવે રોહિતને લઇને એક મોટુ અપડેટ સામે આવ્યુ છે. રિપોર્ટ છે કે, આજે સાંજ સુધીમાં સ્થિતિ ક્લિયર થઇ જશે.
સામે આવેલા અપડેટ પ્રમાણે, હાલમાં કેપ્ટન રોહિત શર્મા કોરોના પૉઝિટીવ છે અને આઇસૉલેશનમાં છે. આજે સાંજે રોહિત શર્માનો કોરોના વાયરસને ટેસ્ટ કરવામાં આવશે.
જો રોહિત શર્માનો રિપોર્ટ નેગેટિવ આવે છે, તો તેને એઝબેસ્ટૉન ટેસ્ટમાં રમવાની પુરેપુરી સંભાવના છે. બીસીસીઆઇની સિલેક્શન કમિટીના ચેરમેન ચેતન શર્મા આજે બર્મિંઘમ પહોંચી રહ્યાં છે. ચેતન શર્મા ટીમ ઇન્ડિયાના કૉચ રાહુલ દ્રવિડની સાથે મળીને રોહિત શર્માના રમવા પર ફેંસલો લેશે.
ઇનસાઇટ સ્પોર્ટ્સના રિપોર્ટ અનુસાર, રોહિત શર્માના રમવા પરર ફેંસલો આજે સાંજ જ લેવામાં આવશે. સિલેક્શન કમિટીની એક મેમ્બરે કહ્યું કે, -રોહિત શર્મા હજુ સુધી આઇસૉલેશનમાં છે, જો બુધવારે રોહિત શર્માનો રિપોર્ટ નેગેટિવ આવે છે, તો તે મેચ માટે ઉપલબ્ધ રહેશે. તે મેચ માટે ફિટ છે અને નેગેટિવ આવવા પર કોઇ સમસ્યા નહીં રહે.
ઉલ્લેખનીય છે કે, જો રોહિત શર્મા ટેસ્ટમાં નથી રમી શકતો તો ટેસ્ટ ટીમની કમાન અનુભવી બૉલર જસપ્રીત બુમરાહને સોંપવામાં આવી શકે છે, આ ઉપરાંત ઋષભ પંત પણ આ માટે દાવેદાર છે.
આ પણ વાંચો......
Motorola G42 : 4 જુલાઇએ લૉન્ચ થશે મોટોરોલાનો આ ધાંસૂ સ્માર્ટફોન, આવા છે કમાલના ફિચર્સ
ઉદેપુરમાં દરજીની હત્યા પર ભડકી બૉલીવુડની આ બે હૉટ એક્ટ્રેસ, જાણો સરકારને શું કરવા કહ્યું
India Corona Cases Today : દેશમાં એક્ટિવ કેસનો આંકડો પહોંચ્યો એક લાખ નજીક, જાણો આજની શું છે સ્થિતિ
GST Council ની બેઠકમાં આ વસ્તુઓ પર ટેક્સ વધારવાને મળી મંજૂરી, જાણો કઈ-કઈ વસ્તુ થશે મોંઘી!