KL Rahul and Athiya Shetty Romantic Date: ભારતીય ક્રિકેટ ટીમના ઉપ સુકાની કેએલ રાહુલ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે, આ વખતે તે પોતાની ગર્લફ્રેન્ડ એક્ટ્રસ આથિયા શેટ્ટીને લઇને ફરવા નીકળ્યો છે, અને તેની તસવીરોએ ચર્ચા જગાવી છે. રિપોર્ટ એવા પણ છે કે, આ બન્ને બહુજ લગ્ન કરવાના છે. લગ્નની ચર્ચાઓ વચ્ચે હાલમાં બન્ને રૉમાન્ટિક ડેટ પર નીકળ્યા છે, તેની તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે.
રૉમાન્ટિક ડેટ પર કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી -
ક્રિકેટર કેએલ રાહુલ અને એક્ટ્રેસ આથિયા શેટ્ટી હાલમાં નવા વર્ષના જશ્નમાં ડુબેલા છે, અને બન્ને નવા વર્ષ સાથે રૉમાન્ટિક ડેટ શરૂ કર્યુ છે. બન્ને લગ્નના કાર્યક્રમ વચ્ચે એકસાથે સમય વિતાવી રહ્યાં છે. આ ડેટમાં આથિયાએ કૉફી પીધી જેની તસવીર તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, પોતાની સ્ટૉરમાં એક ફોટો પણ લગાવ્યા હતો, જે રૂમ લાલ ફૂગ્ગાઓથી સજાવેલો હતો.
Athiya Shetty- KL Rahulના લગ્નની તારીખ નજીક! આ દિવસે ભવ્ય લગ્ન યોજાશે
Athiya Shetty KL Rahul Wedding Date: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સુનિલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટી અને ક્રિકેટર KL રાહુલના લગ્ન હવે બહુ દૂર નથી. આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલ આવતા વર્ષે જાન્યુઆરીમાં લગ્ન કરવાના અહેવાલ છે. લવ બર્ડ્સ આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ જાન્યુઆરી 2023ના ચોથા સપ્તાહમાં એટલે કે 21થી 23 જાન્યુઆરી વચ્ચે લગ્ન કરી શકે છે. આ ભવ્ય લગ્નની તૈયારીઓમાં પરિવાર અને નજીકના મિત્રો સામેલ થશે.
આથિયા-કેએલ રાહુલના લગ્નની કંકોત્રી ક્યારે મોકલાશે?
કેએલ રાહુલની નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે દંપતી થોડા દિવસોમાં જ આમંત્રણ કાર્ડ મોકલવાનું શરૂ કરશે અને મહેમાનોને 21થી 23 જાન્યુઆરી સુધી લગ્નના સમારોહમાં આવવાનું આમંત્રણ આપશે. આવી સ્થિતિમાં લગ્ન આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
આથિયા- કેએલ રાહુલના લગ્ન સુનીલ શેટ્ટીના ખંડાલા વાળા ઘરે યોજાશે -
સૂત્રો પાસેથી આ માહિતી પણ મળી છે કે આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્ન હલ્દી, મહેંદી, સંગીત સાથે બિગ ફેટ સાઉથ ઈન્ડિયન વેડિંગ હશે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે અથિયા-કેએલ રાહુલના લગ્ન સુનીલ અને માના શેટ્ટીના લવિશ ખંડાલાના ઘર 'જહાં'માં થશે.
બંને જલ્દી કરશે લગ્ન: સુનીલ શેટ્ટી -
એક ઈન્ટરવ્યુ દરમિયાન સુનીલ શેટ્ટીને જ્યારે પૂછવામાં આવ્યું કે કેએલ રાહુલ અને આથિયા ક્યારે લગ્ન કરશે, તો તેના જવાબમાં સુનિલ શેટ્ટીએ કહ્યું- જલ્દી થશે. હવે સુનીલના જવાબ પરથી લાગે છે કે બંને જલ્દી લગ્ન કરશે. ત્યારથી ફેન્સ આ સેલિબ્રિટી કપલના લગ્નની રાહ જોઈ રહ્યા છે.
લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે -
ભારતીય ટીમના વર્તમાન વાઇસ કેપ્ટન કેએલ રાહુલ અને બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટી લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. તેઓ ઘણી જગ્યાએ એકસાથે પણ જોવા મળ્યા છે. હવે આ કપલના લગ્ન જાન્યુઆરી 2023માં થવાના છે. રાહુલ અને આથિયાના લગ્ન સુનીલ શેટ્ટીની ખંડાલા મેન્શનમાં થશે.