RR vs CSK, IPL 2023: ચેન્નાઈને 32 રને હરાવી રાજસ્થાન પોઈન્ટ ટેબલમાં નંબર વન પર પહોંચ્યું
IPL 2023 Match 37, RR vs CSK: અહીં તમને રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાનારી મેચનો લાઈવ સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ જોવા મળશે.
RR vs CSK Full Match Highlights: જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલી IPL 2023 ની 37મી મેચમાં, રાજસ્થાન રોયલ્સે ચેન્નાઇ સુપર કિંગ્સને 32 રનથી હરાવ્યું. આ જીત સાથે રાજસ્થાનની ટીમ પોઈન્ટ ટેબલમાં નંબર વન પર પહોંચી ગઈ છે. રાજસ્થાન રોયલ્સે પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 203 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં એમએસ ધોનીની ટીમ 170 રન જ બનાવી શકી હતી.
મોઇન અલી 15મી ઓવરમાં આઉટ થયો હતો. તેણે 12 બોલમાં 23 રન બનાવ્યા હતા. મોઈન અલીને જેમ્પાએ પેવેલિયન મોકલ્યો હતો. હવે ચેન્નાઈને આ મેચ જીતવા માટે ચમત્કારની આશા હશે. જોકે શિવમ દુબે 18 બોલમાં 30 રન બનાવીને રમી રહ્યો છે.
14 ઓવર બાદ ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 4 વિકેટે 113 રન છે. અશ્વિનની આ ઓવરમાં શિવમ દુબેએ 2 સિક્સર ફટકારી હતી. મોઇન અલી પણ વિસ્ફોટક બેટિંગ કરી રહ્યો છે. હવે ચેન્નાઈને 36 બોલમાં 90 રનની જરૂર છે.
ચેન્નઈની પારી લડખડાતી જોવા મળી રહી છે. 10.4 ઓવરમાં 73 રન બનાવ્યા છે અને 4 મહત્વપૂર્ણ વિકેટ ગુમાવી દીધી છે. રહાણે 15 અને અંબાતી રાયડુ 0 પર આઉટ થયા છે.
પાવરપ્લેમાં ચેન્નાઈ સુપર કિંગ્સની શરૂઆત સારી રહી ન હતી. 6 ઓવર પછી ચેન્નાઈનો સ્કોર એક વિકેટે 42 રન છે. ડેવોન કોનવે 16 બોલમાં આઠ રન બનાવીને આઉટ થયો હતો. એડમ જેમ્પાને સફળતા મળી. ગાયકવાડ 20 બોલમાં 34 રને રમતમાં છે.
સંદીપ શર્માએ ત્રીજી ઓવરમાં શાનદાર બોલિંગ કરી અને માત્ર એક રન આપ્યો. 3 ઓવર પછી ચેન્નાઈનો સ્કોર કોઈ પણ નુકશાન વિના 13 રન છે. ડેવોન કોનવે અને રૂતુરાજ ગાયકવાડ બંને સંઘર્ષ કરી રહ્યા છે.
રાજસ્થાન રોયલ્સે 20 ઓવરના અંતે 5 વિકેટે 202 રન બનાવ્યા છે. રાજસ્થાન તરફથી જયસ્વાલે 43 બોલમાં 77 રન અને જુરેલે 15 બોલમાં 34 રનનું યોગદાન આપ્યું હતું.
રાજસ્થાન રોયલ્સે 16 ઓવરના અંતે 3 વિકેટના નુકસાન પર 146 રન બનાવ્યા છે. આ સમયે ધ્રુવ જુરેલ અને શિમરોન હેટમાયર બેટિંગ કરી રહ્યા છે.
રાજસ્થાને 14મી ઓવરમાં બે વિકેટ ગુમાવી છે. દેશપાંડેની ઓવરમાં પહેલા સેમસન 17 રને અને પછી જયસ્વાલ 77 રને આઉટ થયો છે. 14 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર 132 રન છે.
રાજસ્થાન રોયલ્સનો સ્કોર 10 ઓવર પછી એક વિકેટે 100 રન છે. યશસ્વી જયસ્વાલ 33 બોલમાં 61 રન પર પહોંચી ગયો છે. તેણે 6 ફોર અને 4 સિક્સર ફટકારી છે. બીજી તરફ હવે સંજુ સેમસન બેટિંગ કરી રહ્યો છે.
રાજસ્થાનને પ્રથમ ઝટકો લાગ્યો છે. જોસ બટલર 21 બોલમાં 27 રન કરી આઉટ થયો છે. તેની વિકેટ રવિદ્ર જાડેજાએ લીધી છે. 8.2 ઓવરમાં રાજસ્થાને 86 રન બનાવ્યા છે.
રાજસ્થાને 5 ઓવર બાદ વિના વિકેટે 54 રન બનાવી લીધા છે. જયસ્વાલ અને બટલર બેટિંગ કરી રહ્યા છે.
2 ઓવર પછી રાજસ્થાનનો સ્કોર કોઈપણ વિકેટ વિના 24 રન છે. જોસ બટલર અને યશસ્વી જયસ્વાલ બંને વિસ્ફોટક બેટિંગ કરી રહ્યા છે. બટલરે બીજી ઓવરમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા. ચેન્નાઈ માટે તુષાર દેશપાંડેએ બીજી ઓવર કરી. આ ઓવરમાં કુલ 10 રન આવ્યા.
રૂતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, મોઈન અલી, અંબાતી રાયડુ, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, એમએસ ધોની ((કેપ્ટન અને વિકેટકીપર), મતિષા પાથિરાના, તુષાર દેશપાંડે, મહેશ તિક્ષણા
યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, દેવદત્ત પડિકલ, સંજુ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, જેસન હોલ્ડર, એડમ ઝમ્પા, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ.
રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. રાજસ્થાનની આ 200મી મેચ છે. ચેન્નાઈએ પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી.
બ્રેકગ્રાઉન્ડ
IPL 2023, Match 37, RR vs CSK: આજે IPL 2023 માં, ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમો આમને-સામને થશે. મતલબ કે મહેન્દ્ર સિંહ ધોની ફરી એકવાર એક્શનમાં આવશે. આ સિઝનમાં અગાઉ પણ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટક્કર થઈ ચૂકી છે. અગાઉ આ બંને ટીમો સામસામે આવી ત્યારે રોમાંચ ચરમસીમાએ હતો. જોકે, રાજસ્થાને મેચ જીતી લીધી હતી. સંજુ સેમસનની ટીમે તે મેચ ત્રણ રનથી જીતી હતી.
આંકડા દર્શાવે છે કે રાજસ્થાન રોયલ્સ પર ચેન્નઈ સુપર કિંગ્સનો દબદબો છે. ચેન્નઈ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 15 મેચમાં હરાવ્યું છે. જ્યારે રાજસ્થાન રોયલ્સે ચેન્નઈ સુપર કિંગ્સ સામે 13 વખત જીત મેળવી છે. ચેન્નઈ સુપર કિંગ્સના ફોર્મને જોતા રાજસ્થાન રોયલ્સને તે હરાવી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -