RR vs DC: રાજસ્થાન રોયલ્સે દિલ્હી કેપિટલ્સને 12 રને હરાવ્યું

RR vs DC LIVE Score: અહીં તમને રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચનો લાઈવ સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.

gujarati.abplive.com Last Updated: 28 Mar 2024 11:36 PM
રાજસ્થાન રોયલ્સે દિલ્હી કેપિટલ્સને 12 રને હરાવ્યું

IPL 2024ની 9મી મેચમાં રાજસ્થાન રોયલ્સે દિલ્હી કેપિટલ્સને 12 રને હરાવ્યું હતું. 9મી વખત હોમ ટીમે મેચ જીતી છે. રાજસ્થાન માટે પહેલા રિયાન પરાગે 84 રનની અણનમ ઈનિંગ રમી અને પછી બોલરોએ પોતાનું કામ કરી શાનદાર જીત અપાવી. રાજસ્થાનની આ સતત બીજી જીત છે, જ્યારે દિલ્હી કેપિટલ્સનો સતત બીજો પરાજય છે. દિલ્હીને જીતવા માટે છેલ્લી ઓવરમાં 17 રન બનાવવાના હતા, પરંતુ આવેશ ખાને શાનદાર બોલિંગ કરી અને પોતાની ટીમને જીત અપાવી. દિલ્હી માટે ટ્રસ્ટન સ્ટબ્સે 23 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 44 રન બનાવ્યા હતા, પરંતુ તે પોતાની ટીમને જીત અપાલી શક્યો ન હતો.

દિલ્હીની ત્રીજી વિકેટ પડી, ડેવિડ વોર્નર આઉટ

દિલ્હી કેપિટલ્સે 12મી ઓવરમાં 97 રનના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી હતી. ડેવિડ વોર્નર 34 બોલમાં 49 રન બનાવીને આઉટ થયો હતો. તેના બેટમાંથી 5 ચોગ્ગા અને 3 છગ્ગા આવ્યા હતા.  હવે પંત અને ટ્રસ્ટન સ્ટબ્સ ક્રિઝ પર છે.

વોર્નરે બોલ્ટની ઓવરમાં 2 સિક્સ ફટકારી, સ્કોર 47/2

ટ્રેન્ટ બોલ્ટે પાંચમી ઓવર નાખી. આ ઓવરમાં ડેવિડ વોર્નરે બે સિક્સર ફટકારી હતી. 5 ઓવર પછી દિલ્હીનો સ્કોર બે વિકેટે 47 રન છે. વોર્નર 13 બોલમાં 20 રન બનાવીને રમતમાં છે. અત્યાર સુધી તેણે એક ફોર અને બે સિક્સર ફટકારી છે. તેની સાથે ઋષભ પંત ચાર રન પર છે.

માર્શે નાન્દ્રે બર્જરની ઓવરમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા

નાન્દ્રે બર્જરે બીજી ઓવર નાખી. મિચેલ માર્શે આ ઓવરમાં 3 ચોગ્ગા ફટકાર્યા હતા. 2 ઓવર પછી દિલ્હી કેપિટલ્સનો સ્કોર કોઈ વિકેટ વિના 15 રન છે.

રાજસ્થાને દિલ્હીને 185 રનનો ટાર્ગેટ આપ્યો

એક સમયે 8મી ઓવરમાં માત્ર 36 રનમાં ત્રણ વિકેટ ગુમાવનાર રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 185 રન બનાવ્યા છે. રાજસ્થાન તરફથી રિયાન પરાગે રમત બદલી નાખતી ઇનિંગ્સ રમી હતી. પરાગે માત્ર 45 બોલમાં 84 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેના બેટમાંથી 7 ચોગ્ગા અને 6 છગ્ગા આવ્યા હતા. પરાગ ઉપરાંત અશ્વિને 29 રન, ધ્રુવ જુરેલે 20 રન અને શિમરન હેટમાયરે 14 અણનમ રન બનાવ્યા હતા. દિલ્હીના તમામ બોલરોએ એક-એક વિકેટ લીધી હતી.


 





રિયાન પરાગે માત્ર 34 બોલમાં અડધી સદી ફટકારી

રિયાન પરાગે માત્ર 34 બોલમાં ફિફ્ટી પૂરી કરી હતી. તેણે 4 ફોર અને 3 સિક્સર ફટકારી છે. 16 ઓવર પછી રાજસ્થાનનો સ્કોર 4 વિકેટે 123 રન છે. પરાગ 50 અને ધ્રુવ જુરેલ 09 રને રમતમાં છે.


 





રાજસ્થાનનો સ્કોર 77/3

12 ઓવર પછી રાજસ્થાન રોયલ્સનો સ્કોર ત્રણ વિકેટે 77 રન છે. અશ્વિન 16 બોલમાં ત્રણ સિક્સરની મદદથી 27 રન અને પરાગ 19 બોલમાં 15 રન બનાવીને રમી રહ્યો છે. બંને વચ્ચે 28 બોલમાં 41 રનની ભાગીદારી છે.

9 ઓવર પછી સ્કોર 46/3

લાંબા સમય બાદ રાજસ્થાન તરફથી બાઉન્ડ્રી ફટકારવામાં આવી હતી. 9 ઓવર પછી સ્કોર હવે ત્રણ વિકેટે 46 રન છે. રિયાન પરાગ 13 બોલમાં એક ફોર સાથે 10 રન બનાવીને રમતમાં છે. તેની સાથે રવિ અશ્વિન ત્રણ રન પર છે. અત્યાર સુધી જોસ બટલર, સંજુ સેમસન અને યશસ્વી જયસ્વાલ આઉટ થયા છે.

રાજસ્થાનનો સ્કોર 29/1

5 ઓવર પછી રાજસ્થાનનો સ્કોર એક વિકેટે 29 રન છે. સેમસન 13 બોલમાં 15 રન અને બટલર 11 બોલમાં 09 રન બનાવીને રમી રહ્યો છે.

રાજસ્થાનની પ્રથમ વિકેટ પડી

બીજી ઓવરમાં મુકેશ કુમારે રાજસ્થાન રોયલ્સને પહેલો ઝટકો આપ્યો હતો. મુકેશે યશસ્વી જયસ્વાલને બોલ્ડ કર્યો હતો. તે સાત બોલમાં માત્ર પાંચ રન જ બનાવી શક્યો હતો.

દિલ્હી કેપિટલ્સ પ્લેઇંગ-11

રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), ડેવિડ વોર્નર, મિચેલ માર્શ, રિકી ભુઈ, ટ્રીસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, સુમિત કુમાર, કુલદીપ યાદવ, એનરિક નોર્કિયા, ખલીલ અહેમદ અને મુકેશ કુમાર.


 





રાજસ્થાન રોયલ્સ પ્લેઇંગ-11

સંજુ સેમસન(કેપ્ટન અને વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ, સંદીપ શર્મા, આવેશ ખાન.

દિલ્હીએ ટોસ જીત્યો

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. રાજસ્થાન રોયલ્સ ટીમ પ્રથમ બેટિંગ કરશે. આજે પણ આપણને હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે.


 





દિલ્હી કેપિટલ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન

ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, શાઈ હોપ, રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), અભિષેક પોરેલ, અક્ષર પટેલ, સુમિત કુમાર, કુલદીપ યાદવ, એનરિક નોર્તજે, ખલીલ અહેમદ અને મુકેશ કુમાર.

રાજસ્થાન રોયલ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન

યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, આવેશ ખાન, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા અને યુઝવેન્દ્ર ચહલ.

સવાઈ માનસિંહ સ્ટેડિયમની પીચ રિપોર્ટ

જયપુરના સવાઈ માન સિંહ સ્ટેડિયમની પીચ બેટ્સમેનો માટે યોગ્ય છે. આ સિઝનમાં અહીં એક મેચ રમાઈ હતી, જે હાઈ સ્કોરિંગ હતી. જોકે, તે મેચ દિવસ દરમિયાન રમાઈ હતી અને આજની મેચ રાત્રે છે. તેમ છતાં, પિચમાં વધુ ફેરફારની અપેક્ષા નથી. આજે પણ બેટ્સમેનોને મદદ મળી શકે છે.

બ્રેકગ્રાઉન્ડ

IPL 2024, RR vs DC LIVE Score: IPL 2024મા રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ આજે એકબીજા સામે ટકરાશે. બંને ટીમો જયપુરના સવાઈ માન સિંહ સ્ટેડિયમમાં ટકરાશે. રિષભ પંતની દિલ્હીને આ સિઝનની પોતાની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં, તે કોઈપણ કિંમતે તેની પ્રથમ જીત નોંધાવવા માંગશે. સંજુ સેમસનની રાજસ્થાને તેની પ્રથમ મેચ જીતી હતી. સેમસનની ટીમ તેના વિજેતા અભિયાનને ચાલુ રાખવા માંગશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.