RR vs GT Live Score: રાજસ્થાન રોયલ્સની 3 વિકેટથી શાનદાર જીત, હેટમાયરની શાનદાર ઈનિંગ

IPLમાં આજે (16 એપ્રિલ) એક મોટી મેચ રમાશે. આજે છેલ્લી IPL સિઝનની ફાઇનલમાં ટકરાનાર રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ટક્કર થશે.

gujarati.abplive.com Last Updated: 16 Apr 2023 11:15 PM
હેટમાયરે રાજસ્થાનને જીત અપાવી

રાજસ્થાન રોયલ્સે આખરે ગુજરાત ટાઇટન્સ સામે IPLમાં પ્રથમ જીત મેળવી છે. ગત સિઝનમાં તેઓ ફાઈનલ સહિત ત્રણ મેચમાં ગુજરાત સામે હાર્યા હતા. રાજસ્થાને રોમાંચક મેચમાં ગુજરાતને હરાવી ફાઇનલમાં પોતાની હારનો બદલો લીધો હતો. રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં સાત વિકેટે 177 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને 19.2 ઓવરમાં સાત વિકેટે 179 રન બનાવીને મેચ જીતી લીધી હતી. રાજસ્થાન તરફથી હેટમાયરે ખૂબ જ આક્રમક ઈનિંગ રમતા અડધી સદી ફટકારી હતી. 

રાજસ્થાન રોયલ્સનો સ્કોર 100 રનને પાર

રાજસ્થાન રોયલ્સનો સ્કોર 100 રનને પાર પહોંચી ગયો છે. સંજૂ સેમસન 56 રન બનાવી હાલ રમતમાં છે. હેટમાયર પણ 20 રન બનાવી હાલ મેદાન પર છે.

રાજસ્થાનની ટીમે 5 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 20 રન બનાવ્યા

રાજસ્થાન રોયલ્સ ટીમે 5 ઓવરના અંતે 2 વિકેટના નુકસાન પર 20 રન બનાવી લીધા છે. સંજુ સેમસન 4 અને દેવદત્ત પડિકલ 13 રન બનાવીને રમી રહ્યા છે. આ પહેલા જયસ્વાલ 1 અને બટલર 0 પર આઉટ થયા હતા.

રાજસ્થાન રોયલ્સને જીતવા 178 રનનો ટાર્ગેટ

RR vs GT Live Score: ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને જીતવા માટે આપ્યો 178 રનનો ટાર્ગેટ આપ્યો છે. ગુજરાતની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 177 રન બનાવ્યા હતા.  ગુજરાત તરફથી શુભમન ગિલ, ડેવિડ મિલર અને અભિનવ મનોહરે શાનદાર ઈનિંગ રમી હતી. રાજસ્થાન તરફથી સંદીપ શર્માએ 2 વિકેટ ઝડપી હતી. 

હાર્દિક પંડ્યા આઉટ

ગુજરાત ટાઇટન્સને ત્રીજો ફટકો હાર્દિક પંડ્યાના રૂપમાં લાગ્યો છે. તે 11મી ઓવરના ત્રીજા બોલ પર યુઝવેન્દ્ર ચહલ દ્વારા આઉટ થયો હતો. ચહલના બોલ પર યશસ્વી જયસ્વાલે તેનો કેચ લીધો હતો. હાર્દિકે 19 બોલમાં 28 રન બનાવ્યા હતા.

પાવરપ્લે પછી ગુજરાતનો સ્કોર 42/2

ગુજરાત ટાઇટન્સની ઇનિંગ્સનો પાવરપ્લે સમાપ્ત થયો. તેણે છ ઓવરમાં બે વિકેટે 42 રન બનાવ્યા છે. શુભમન ગિલ 12 બોલમાં 15 રન બનાવીને અણનમ છે. સાંઈ સુદર્શનના રૂપમાં ગુજરાતને વધુ એક ઝટકો લાગ્યો છે. તે પાંચમી ઓવરના છેલ્લા બોલ પર રનઆઉટ થયો હતો. 

રાજસ્થાનને પ્રથમ સફળતા મળી હતી

ટ્રેન્ટ બોલ્ટની પહેલી જ ઓવરમાં રાજસ્થાન રોયલ્સને પ્રથમ સફળતા મળી હતી. તેણે રિદ્ધિમાન સાહાને આઉટ કર્યો. સાહા ત્રણ બોલમાં ચાર રન બનાવીને આઉટ થયો હતો. બોલ્ટે તેનો કેચ લીધો હતો. ગુજરાતના શુભમન ગિલ અને સાઈ સુદર્શન ક્રિઝ પર છે.

રાજસ્થાન રોયલ્સ પ્લેઈંગ ઈલેવન

રાજસ્થાન રોયલ્સ: જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (c/wk), રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, એડમ ઝમ્પા, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ.

ગુજરાત ટાઇટન્સ પ્લેઈંગ ઈલેવન

ગુજરાત ટાઇટન્સ: રિદ્ધિમાન સાહા (વિકેટકિપર), શુભમન ગિલ, સાઇ સુદર્શન, હાર્દિક પંડ્યા (કેપ્ટન), અભિનવ મનોહર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અલઝારી જોસેફ, મોહમ્મદ શમી, મોહિત શર્મા.

ગુજરાતની ટીમ પ્રથમ બેટિંગ કરશે

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ગુજરાત ટાઇટન્સ સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટ્રેન્ટ બોલ્ટની રાજસ્થાન ટીમમાં વાપસી થઈ છે. જેસન હોલ્ડરની જગ્યાએ ટીમમાં સામેલ થયો છે. ગુજરાતની ટીમમાં અનફિટ વિજય શંકરની જગ્યાએ અભિનવ મનોહરને રાખવામાં આવ્યો છે.

બ્રેકગ્રાઉન્ડ

Gujarat Titans vs Rajasthan Royals, IPL 2023 Match 23: IPLમાં આજે (16 એપ્રિલ) એક મોટી મેચ રમાશે. આજે છેલ્લી IPL સિઝનની ફાઇનલમાં ટકરાનાર રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ટક્કર થશે. આ મેચમાં રાજસ્થાન રોયલ્સે  ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ સિઝનમાં પણ બંને ટીમો જોરદાર પ્રદર્શન કરી રહી છે. બંને ટીમોએ અત્યાર સુધી ચાર મેચ રમી છે અને ત્રણ-ત્રણ મેચ જીતી છે.


આ સિઝનમાં બંને ટીમોને અત્યાર સુધી માત્ર એક જ હાર મળી છે. આ હાર પણ છેલ્લા બોલ પર જોવા મળી હતી. આવી સ્થિતિમાં ગત સિઝનના ચેમ્પિયન અને રનર અપ વચ્ચેની આજની મેચ ખૂબ જ રસપ્રદ રહેવાની આશા છે. 


ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી મેચનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ઘણી ચેનલો પર જોઈ શકાશે. જેનું ટેલિકાસ્ટ વિવિધ ભાષાઓમાં થશે. આ સિવાય જે યુઝર્સ Jio સિનેમા એપનું સબ્સ્ક્રિપ્શન ધરાવે છે તેઓ તેમના મોબાઈલ ફોન પર ઓનલાઈન સ્ટ્રીમિંગ દ્વારા ફ્રીમાં મેચનો આનંદ લઈ શકે છે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.