RR vs GT Live Score: ગુજરાત ટાઈટન્સે સરળતાથી મેચમાં જીત મેળવી, રાજસ્થાનને 9 વિકેટથી આપી હાર
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો છે.
ગુજરાત ટાઇટન્સે જયપુરમાં રાજસ્થાન રોયલ્સ સામે શાનદાર જીત મેળવી છે. આ સિઝનની તેની સાતમી જીત છે. તેના હવે 10 મેચમાં 14 પોઈન્ટ છે. ગુજરાતની ટીમ માત્ર ત્રણ મેચ હારી છે. બીજી તરફ આ હાર બાદ રાજસ્થાન ચોથા સ્થાને છે. તેના 10 મેચમાં 10 પોઈન્ટ છે. રાજસ્થાનને પાંચ જીત અને પાંચમાં હાર મળી છે. ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને તેના ઘરે આસાનીથી હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરીને રાજસ્થાન રોયલ્સ ટીમ 118 રન જ બનાવી શકી હતી. આ પછી ગુજરાતે માત્ર 13.5 ઓવરમાં જ લક્ષ્યનો પીછો કરી લીધો હતો. ગુજરાત તરફથી હાર્દિક પંડ્યાએ 15 બોલમાં અણનમ 39 અને રિદ્ધિમાન સાહાએ અણનમ 41 રન બનાવ્યા હતા.
ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 17.5 ઓવરમાં 118 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ગુજરાતને 119 રનનો આસાન ટાર્ગેટ મળ્યો છે. ગુજરાતના બોલરોનું શાનદાર પ્રદર્શન. રાશિદ ખાને ત્રણ અને નૂર અહેમદે બે વિકેટ લીધી હતી.
RR vs GT Live: રાજસ્થાન રોયલ્સની ટીમે 13 ઓવર બાદ 7 વિકેટ ગુમાવી 87 રન બનાવ્યા છે. રાજસ્થાનની ટીમની શરુઆત ખૂબ જ ખરાબ થઈ હતી.
રાશિદ ખાને ગુજરાત ટાઇટન્સને ચોથી સફળતા અપાવી હતી. તેણે આઠમી ઓવરના છેલ્લા બોલ પર રવિચંદ્રન અશ્વિનને ક્લીન બોલ્ડ કર્યો હતો. અશ્વિન છ બોલમાં માત્ર બે રન બનાવી શક્યો હતો.
રાજસ્થાન રોયલ્સને ત્રીજો ઝટકો સાતમી ઓવરના પાંચમા બોલ પર લાગ્યો હતો. રાજસ્થાન કેપ્ટન સંજુ સેમસન 20 બોલમાં 30 રન બનાવી આઉટ થયો હતો. તેણે ત્રણ ફોર અને એક સિક્સર ફટકારી હતી. રાજસ્થાને સાત ઓવરમાં ત્રણ વિકેટે 61 રન બનાવ્યા છે.
રાજસ્થાન રોયલ્સને છઠ્ઠી ઓવરના પહેલા બોલ પર બીજો ઝટકો લાગ્યો હતો. ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલ 11 બોલમાં 14 રન બનાવીને રનઆઉટ થયો હતો.
ગુજરાત સામે રાજસ્થાનની ઈનિંગની શરૂઆત થઈ ગઈ છે. જોસ બટલર ઓપનર યશસ્વી જયસ્વાલ સાથે ક્રિઝ પર ઉતર્યો છે. ગુજરાત માટે મોહમ્મદ શમીએ બોલિંગની શરૂઆત કરી છે.
રાજસ્થાન રોયલ્સ: યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (c/wk), દેવદત્ત પડિક્કલ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, એડમ ઝમ્પા, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ.
ગુજરાત ટાઇટન્સઃ રિદ્ધિમાન સાહા (wk), હાર્દિક પંડ્યા (C), વિજય શંકર, ડેવિડ મિલર, અભિનવ મનોહર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહિત શર્મા, નૂર અહેમદ, મોહમ્મદ શમી, જોશુઆ લિટલ.
આઈપીએલ 2023માં આજે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મુકાબલો છે. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજૂ સેમસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
બ્રેકગ્રાઉન્ડ
Rajasthan Royals vs Gujarat Titans, IPL 2023 Match 48th: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો છે. બંને ટીમો વચ્ચેની આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. આ સિઝનની શરૂઆતમાં જ્યારે આ બંને ટીમો આમને-સામને આવી હતી ત્યારે સંજુ સેમસનની ટીમે જીત મેળવી હતી.
હેડ ટુ હેડ રેકોર્ડ
IPL ઈતિહાસમાં રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સની ટીમો અત્યાર સુધી 4 વખત એકબીજા સામે રમી છે. ગુજરાતે 3 મેચ જીતી છે. રાજસ્થાનની ટીમ માત્ર એક જ વખત જીતી શકી હતી, જે તેણે આ સિઝનમાં જીતી હતી.
પિચ રિપોર્ટ
આ રોમાંચક મેચ રાજસ્થાન અને ગુજરાત વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. આ સ્ટેડિયમની પીચની વાત કરીએ તો આ સિઝનમાં અત્યાર સુધીમાં અહીં 2 મેચ રમાઈ છે. આ બંને મેચમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમનો વિજય થયો છે. જોકે, અત્યાર સુધી અહીં રમાયેલી 49 મેચોમાં ટાર્ગેટનો પીછો કરતી ટીમ 32 વખત જીતી છે.
રાજસ્થાન રોયલ્સ સંભવિત પ્લેઈંગ ઈલેવન - યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, દેવદત્ત પડિકલ, સંજુ સેમસન (કેપ્ટન, વિકેટકીપર), શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, જેસન હોલ્ડર, એડમ ઝમ્પા, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ.
ગુજરાત ટાઇટન્સ સંભવિત પ્લેઇંગ ઇલેવન - રિદ્ધિમાન સાહા (વિકેટકિપર), શુભમન ગિલ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, નૂર અહેમદ, મોહમ્મદ શમી, મોહિત શર્મા, જોશુઆ લિટલ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -