IND vs ENG 1st T20: ભારત અને ઈંગ્લેન્ડ (India Vs England) વચ્ચે ત્રણ ટી20 મેચોની સિરીઝની પહેલી મેચ ગુરુવારે 7 જુલાઈએ રમાશે. આ મેચ ધ રોઝ બાઉલ, સાઉથમ્પ્ટનમાં (The Rose Bowl, Southampton) ભારતીય સમય અનુસાર 10.30 વાગ્યે શરુ થશે. આ મેચ માટે ભારતીય ટીમે પ્રેક્ટિસ શરુ કરી દીધી છે. ટી20 સિરીઝમાં નિયમિત કેપ્ટન રોહિત શર્મા ભારતની કમાન સંભાળશે. આવો જાણીએ પિચનો મિજાજ કેવો હશે અને મેચ દરમિયાન હવામાન કેવું રહેશે.


પિચ રિપોર્ટઃ
સાઉથમ્પ્ટનના ધ રોઝ બાઉલ મેદાન પર અત્યાર સુધીમાં કુલ 9 ટી20 મેચો રમાઈ છે. આ 9 મેચોમાં પહેલાં બેટિંગ કરનારી ટીમે 5 અને બીજી બેટિંગ કરનારી ટીમોએ 4 મેચ જીતી છે. આ મેદાન ઉપર પહેલી ઈનિંગ દરમિયાન એવરેજ 168 રનનો સ્કોર અને બીજી ઈનિંગનો એવરેજ સ્કોર 143 રન રહ્યો છે. આ મેદાનની પીચ બેટિંગ માટે અનુકુળ છે. ટોસ જીતનાર ટીમનો કેપ્ટન પહેલાં બેટિંગનો નિર્ણય લઈ શકે છે. પહેલાં બેટિંગ કરતાં મોટો સ્કોર બનાવીને વિપક્ષી ટીમ ઉપર મોટો દબાવ બનાવી શકાય છે.


હવામાન કેવું રહેશે?
સાઉથમ્પ્ટનમાં ગુરુવારે વરસાદ પડવાની સંભાવના સાવ નહિંવત છે. હવામાન વેબસાઈટ એક્યુવેધરના રિપોર્ટ અનુસાર 7 જુલાઈએ 46 ટકા વાદળ છવાયેલા રહેશે. 39 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન રહેશે. વધુમાં વધુ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ તાપમાન  12 ડિગ્રી સેલ્સિયસ રહેશે. તો સાંજના સમયે થોડા વાદળો છવાયેલા રહેશે.




બંને ટીમોના ખેલાડીઓઃ
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), રાહુલ ત્રિપાઠી, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ, દીપક હુડ્ડા, હાર્દિક પંડ્યા, વેંકટેશ ઐયર, દિનેશ કાર્તિક, ઈશાન કિશન, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, અવેશ ખાન, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, રવિ બિશ્નોઈ, ઉમરાન મલિક, યુઝવેન્દ્ર ચહલ.


ઈંગ્લેન્ડ: જોસ બટલર (કેપ્ટન), ડેવિડ મલાન, હેરી બ્રુક, જેસન રોય, લિયામ લિવિંગસ્ટોન, મોઈન અલી, સેમ કરાન, ફિલ સોલ્ટ, ક્રિસ જોર્ડન, ડેવિડ વિલી, મેટ પાર્કિન્સન, રીસ ટોપ્લે, રિચર્ડ ગ્લીસન, તયમલ મિલ્સ.