Ruturaj Gaikwad Create History:  મહારાષ્ટ્રના ઓપનર ઋતુરાજ ગાયકવાડે વિજય હજારે ટ્રોફીમાં એક મોટું કારનામું કર્યું છે. આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઈનલ મેચમાં ગાયકવાડે એક ઓવરમાં 7 સિક્સર ફટકારી હતી. આવું કરનાર તે વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેણે મેચની 49મી ઓવરમાં આ કારનામું કર્યું હતું. સાત શાનદાર સિક્સરની મદદથી ગાયકવાડે આ મેચમાં બેવડી સદી ફટકારી હતી.






ઉત્તર પ્રદેશ સામે રેકોર્ડ બનાવ્યો


ઉત્તર પ્રદેશ સામે મહારાષ્ટ્રના ઓપનર ગાયકવાડે મેચની 49મી ઓવરમાં સિક્સરનો વરસાદ કર્યો હતો. આ ઓવરમાં તેણે ઉત્તર પ્રદેશના બોલર શિવા સિંહ પર 6 બોલમાં 7 સિક્સ ફટકારી હતી. આ 7 સિક્સરની મદદથી તેણે ઉત્તર પ્રદેશ સામે બેવડી સદી પણ ફટકારી હતી. તેણે આ મેચમાં 159 બોલમાં 220 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 10 ફોર અને 16 સિક્સર ફટકારી હતી.


1 ઓવરમાં 43 રન બનાવ્યા


ગાયકવાડે ઉત્તરપ્રદેશ સામે સતત સાત સિક્સર ફટકારીને મોટા વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી છે. આ ઓવરમાં તેણે 43 રન બનાવ્યા હતા. યુપી સામેની તેની ઇનિંગ્સમાં તેણે લિસ્ટ Aના ઇતિહાસમાં એક જ ઓવરમાં સૌથી વધુ રન કરવાના રેકોર્ડની બરાબરી કરી છે. ગાયકવાડ પહેલા બ્રેટ હેમ્પટન અને જો કાર્ટરે વર્ષ 2018માં એક ઓવરમાં 43 રન બનાવ્યા હતા.


48.1 ઓવર- 6 રન


48.2 ઓવર-6 રન


48.3 ઓવર-6 રન


48.4 ઓવર-6 રન


48.5 ઓવર- 6 રન  (નો- બોલ)


48.5 ઓવર- 6 રન  (ફ્રી હિટ)


48.6 ઓવર- 6 રન


યુપી સામે બેવડી સદી ફટકારી


ઋતુરાજ ગાયકવાડે વિજય હજારે ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલમાં ઉત્તર પ્રદેશ સામે બેવડી સદી ફટકારી હતી. તે મેચમાં તેણે 159 બોલમાં 220 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 10 ફોર અને 16 સિક્સર ફટકારી હતી. તેણે આ મેચમાં પોતાની બેવડી સદી ખૂબ જ ખાસ રીતે પૂરી કરી હતી. વાસ્તવમાં તેણે 49મી ઓવરમાં સતત 7 છગ્ગા ફટકારીને તેની બેવડી સદી પૂરી કરી. તે રોહિત શર્મા, એન જગદીશન પછી એક ઇનિંગમાં 16 છગ્ગા મારનાર ત્રીજો ખેલાડી બની ગયો છે.