Guinness World Record: ભારત અને ભારતીય ક્રિકેટ ફેન્સ માટે એક ગર્વની વાત આવી છે, ભારતના અમદાવાદમાં આવેલા મૉટેરા ક્રિકેટ સ્ટેડિયમને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યુ છે. મૉટેરા ક્રિકેટ સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમમાં છે. આ ઉપરાંત ભારતની મોટી ક્રિકેટ લીગ એટલે કે ઇન્ડિયન પ્રીમિયર લીગને પણ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવી છે, આ ભારતીય ક્રિકેટ ફેન્સ અને ભારતીયો માટે આજનો દિવસ ગર્વનો છે, આ વાતની જાણકારી ખુદ બીસીસીઆઇએ પોતાના અધિકારિક ટ્વીટર હેન્ડલ પરથી શેર કરી છે. 


બૉર્ડ ઓફ ક્રિકેટ કન્ટ્રૉલ ઇન ઇન્ડિયા - બીસીસીઆઇએ આજે પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી એક પૉસ્ટ શેર કરી છે, જેમાં બીસીસીઆઇ ચેરમેન જય શાહ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનો એવૉર્ડ લઇને દેખાઇ રહ્યાં છે, આ ટવીટમાં કહેવામા આવ્યુ છે કે, ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ભારતીય ક્રિકેટ સ્ટેડિયમ મૉટેરા ક્રિકેટ સ્ટેડિયમ- અમદાવાદ ગિનીઝ બુક વર્લ્ડ રેકોર્ડને સ્થાન આપવામાં આવ્યુ છે. 


બીસીસીઆઇએ ટ્વીટ કરતાં લખ્યું -દરેક માટે આ એક ગર્વની ક્ષણ છે, કેમ કે ભારતે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યોછે, આ અમારા તમામ ફેન્સ માટે એક બેજોડ જુનૂન અને અતૂટ સમર્થન માટે છે. અભિનંદન મૉટેરા ક્રિકેટ સ્ટેડિયમ એન્ડ આઇપીએલ. 






 


મૉટેરા ક્રિકેટ સ્ટેડિયમની ખાસિયતો - 


800 કરોડથી પણ વધુના ખર્ચે તૈયાર કરાયું છે સ્ટેડિયમ
ખેલાડીઓ માટે 4 ડ્રેસિંગ રૂમ તૈયાર કરાયા છે.
સ્ટેડિયમમાં કુલ 1.10 લાખ લોકો સાથે મેચ જોઇ શકે છે
જે દુનિયાના અત્યાર સુધીના સૌથી મોટા સ્ટેડિયમ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઊડથી વધારે છે
મેલબોર્નમાં 1 લાખ પ્રેક્ષકો બેસી શકે તેટલી ક્ષમતા હતી
કુલ 76 કોર્પોરેટ બોક્સ પણ તૈયાર કરવામાં આવ્યા છે
મેદાન પર કુલ 11 પીચ છે જેને લાલ અને કાળી માટી દ્વારા તૈયાર કરવામાં આવી છે
મેદાનમાં ફ્લડ લાઈટ્સની ઉંચાઈ 90 મીટર છે. એટલે કે 25 માળ ઉંચી બિલ્ડીંગ બરાબર
આ મેદાનની નીચે સબ સર્ફેલ ડ્રેનેઝ સિસ્ટમ બનાવવામાં આવ્યું છે
વરસાદ હોવાની સ્થિતિમાં મેદાનને ફરી 30 મિનિટમાં જ તૈયાર કરવામાં આવી શકે
ક્રિકેટ સિવાય ફૂટબોલ, હોકી, ખોખો, કબડ્ડી, વોલીબોલ, બાસ્કેટબોલ, નેટબોલ, ટેનિસ, બેડમિન્ટન જેવી સ્પર્ધાઓ પણ યોજાય શકે છે