Sachin Tendulkar T20 World Cup 2022: ટી20 વર્લ્ડકપ 2022ની શરૂઆત થઇ ચૂકી છે. ટીમ ઇન્ડિયા આ વખતે પોતાની પહેલી મેચ પાકિસ્તાની સામે 23 ઓક્ટોબરે રમશે. આ પહેલા વૉર્મ-અપ મેચ રમાઇ રહી છે. આમાં ભારતે પ્રથમ વૉર્મ-અપમાં યજમાન ઓસ્ટ્રેલિયાને 6 રનથી હરાવીને દમ બતાવી દીધો છે, જોકે, આજે બીજી વૉર્મ-અપ મેચ ન્યૂઝીલેન્ડ સામે રમાશે. આ પહેલા મહાન ક્રિકેટર સચીન તેંદુલકરે આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022ને લઇને મોટી ભવિષ્યવાણી કરી દીધી છે. સચીને એવી ચાર ટીમોના નામ બતાવ્યા છે જે આ વર્લ્ડકપમાં સેમિ ફાઇનલ સુધી પહોંચશે.


સચીને ટી20 વર્લ્ડકપ 2022ની સેમિ ફાઇનલમાં પહોંચનારી ચાર ટીમોને લિસ્ટ કરી છે, એક ન્યૂઝ વેબસાઇટના રિપોર્ટ અનુસાર, સચીને ભારતની સાથે સાથે પાકિસ્તાનને પણ લિસ્ટમાં સામેલ કર્યુ છે. આ બન્ને ટીમો ઉપરાંત ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમો સેમિ ફાઇનલમાં પહોંચવાની દાવેદાર ગણાવી છે. 


સચીને ક્રિકબઝને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું- અમારા પૂલમાં ભારત અને પાકિસ્તાનની ટીમો સેમિ ફાઇનલમાં પહોંચશે. જો પાકિસ્તાનના ખેલાડીઓ સારી બેટિંગ કરે છો, તો સેમિ ફાઇનલમાં પહોંચી શકે છે, જો તે નથી પહોંચી શકતા તો દક્ષિણ આફ્રિકન ટીમ સેમિ ફાઇનલમાં પહોંચી શકે છે. ઓસ્ટ્રેલિયા પોતાના ઘર આંગણે રમી રહ્યું છે, એટલા માટે તેને અનુકુળ માહોલ છે, આની સાથે જ ઇંગ્લેન્ડ બીજી પસંદ છે. ઉલ્લેખનીય છે કે, ટીમ ઇન્ડિયા ફોર્મમાં છે, ભારતે વૉર્મ-અપ મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 રનથી હરાવ્યુ છે.


Asia Cup 2023: એશિયા કપની યજમાની છિનવાતાં પાકિસ્તાન ધૂંઆપૂંઆ, હવે આપી આ ધમકી
Asia Cup 2023: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મોટો ઝટકો લાગ્યો છે. એશિયા કપ 2023 ની યજમાની પાકિસ્તાન પાસેથી છીનવી લેવામાં આવી છે. તે જ સમયે, આ નિર્ણય પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ રોષે ભરાયું છે. તેણે એશિયન ક્રિકેટ કાઉન્સિલમાંથી બહાર થવાની ધમકી આપી છે.


BCCIના સેક્રેટરી અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના વડા જય શાહે જાહેરાત કરી હતી કે, એશિયા કપ પાકિસ્તાનમાં નહીં યોજાય. તેનું આયોજન તટસ્થ સ્થળે કરવામાં આવશે. જય શાહના આ નિર્ણય બાદ પીસીબીના અધિકારીઓએ બેઠક યોજી હતી. બેઠકમાં પાકિસ્તાન પ્રવાસ સામે ભારતના એકતરફી નિર્ણય બાદ અનેક વિકલ્પો પર વિચાર કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, ભારત અને પાકિસ્તાન માત્ર વૈશ્વિક ક્રિકેટ ટૂર્નામેન્ટ જેવી કે, એશિયા કપ, વર્લ્ડ કપમાં જ રમે કરે છે. 2012થી બંને દેશો વચ્ચે કોઈ દ્વિપક્ષીય સિરીઝ રમાઈ નથી.


એશિયા કપ તટસ્થ સ્થળ પર રમાશે -
આ પહેલાં એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ જય શાહે કહ્યું હતું કે, એશિયા કપ 2023 તટસ્થ સ્થળે રમાશે. ભારત સરકાર અમારી ટીમને પાકિસ્તાન જવા દેવાનો નિર્ણય કરે છે. અમે આ અંગે ટિપ્પણી કરીશું નહીં. 2023ના એશિયા કપ માટે, એ નક્કી કરવામાં આવ્યું છે કે ટુર્નામેન્ટ તટસ્થ સ્થળે યોજાશે. તમને જણાવી દઈએ કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ખૂબ જ ખરાબ છે. ભારત સરકારે પાકિસ્તાન પર ટેરર ​​ફંડિંગનો આરોપ લગાવતા તમામ દ્વિપક્ષીય સંબંધોથી અલગ થઈ ગયું છે. 


2015માં પ્રધાનમંત્રી મોદીના પાકિસ્તાન પ્રવાસ બાદ બંને દેશો વચ્ચે કોઈ રાજદ્વારી સંબંધો નથી. પુલવામાં અને પઠાણકોટમાં આતંકવાદી હુમલા અને તેના જવાબમાં ભારત દ્વારા કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇકને કારણે બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ખરાબ થયા હતા. આ તમામ કારણોને ધ્યાનમાં રાખીને ભારત સરકાર BCCIને એશિયા કપ 2023 માટે પાકિસ્તાન જવાની મંજૂરી ના પણ આપે.