Asia Cup 2023: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મોટો ઝટકો લાગ્યો છે. એશિયા કપ 2023 ની યજમાની પાકિસ્તાન પાસેથી છીનવી લેવામાં આવી છે. તે જ સમયે, આ નિર્ણય પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ રોષે ભરાયું છે. તેણે એશિયન ક્રિકેટ કાઉન્સિલમાંથી બહાર થવાની ધમકી આપી છે.
BCCIના સેક્રેટરી અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના વડા જય શાહે જાહેરાત કરી હતી કે, એશિયા કપ પાકિસ્તાનમાં નહીં યોજાય. તેનું આયોજન તટસ્થ સ્થળે કરવામાં આવશે. જય શાહના આ નિર્ણય બાદ પીસીબીના અધિકારીઓએ બેઠક યોજી હતી. બેઠકમાં પાકિસ્તાન પ્રવાસ સામે ભારતના એકતરફી નિર્ણય બાદ અનેક વિકલ્પો પર વિચાર કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, ભારત અને પાકિસ્તાન માત્ર વૈશ્વિક ક્રિકેટ ટૂર્નામેન્ટ જેવી કે, એશિયા કપ, વર્લ્ડ કપમાં જ રમે કરે છે. 2012થી બંને દેશો વચ્ચે કોઈ દ્વિપક્ષીય સિરીઝ રમાઈ નથી.
એશિયા કપ તટસ્થ સ્થળ પર રમાશેઃ
આ પહેલાં એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ જય શાહે કહ્યું હતું કે, એશિયા કપ 2023 તટસ્થ સ્થળે રમાશે. ભારત સરકાર અમારી ટીમને પાકિસ્તાન જવા દેવાનો નિર્ણય કરે છે. અમે આ અંગે ટિપ્પણી કરીશું નહીં. 2023ના એશિયા કપ માટે, એ નક્કી કરવામાં આવ્યું છે કે ટુર્નામેન્ટ તટસ્થ સ્થળે યોજાશે. તમને જણાવી દઈએ કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ખૂબ જ ખરાબ છે. ભારત સરકારે પાકિસ્તાન પર ટેરર ફંડિંગનો આરોપ લગાવતા તમામ દ્વિપક્ષીય સંબંધોથી અલગ થઈ ગયું છે.
2015માં પ્રધાનમંત્રી મોદીના પાકિસ્તાન પ્રવાસ બાદ બંને દેશો વચ્ચે કોઈ રાજદ્વારી સંબંધો નથી. પુલવામાં અને પઠાણકોટમાં આતંકવાદી હુમલા અને તેના જવાબમાં ભારત દ્વારા કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇકને કારણે બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ખરાબ થયા હતા. આ તમામ કારણોને ધ્યાનમાં રાખીને ભારત સરકાર BCCIને એશિયા કપ 2023 માટે પાકિસ્તાન જવાની મંજૂરી ના પણ આપે.
પાકિસ્તાન વિરોધ કરી શકે છે
એશિયા કપની યજમાની છીનવી લીધા બાદ પાકિસ્તાને એશિયન ક્રિકેટ કાઉન્સિલથી અલગ થવાની ધમકી આપી છે. બીજી તરફ પાકિસ્તાન આ સિવાય વિરોધ પણ કરી શકે છે. ભારતમાં વર્ષ 2023માં વન-ડે વર્લ્ડ કપનું આયોજન થવા જઈ રહ્યું છે, આવી સ્થિતિમાં પાકિસ્તાન સરકાર તેનો વિરોધ કરી શકે છે અને ટીમને વર્લ્ડ કપમાં મોકલવાનો ઈન્કાર કરી શકે છે. તમને જણાવી દઈએ કે એશિયા કપની યજમાની પાકિસ્તાન પાસેથી છીનવી લેવામાં આવી છે, પરંતુ વર્ષ 2025માં પાકિસ્તાનને ICC ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરવાની છે. આવી સ્થિતિમાં, તે સમયે પણ બંને દેશો અને PCB અને BCCI વચ્ચે ટક્કર થઈ શકે છે.