Sachin Deepfake Video: 'ગોડ ઓફ ક્રિકેટ' તરીકે ઓળખાતા ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર પણ ડીપફેક વીડિયોનો શિકાર બનેલા સેલિબ્રિટીની યાદીમાં સામેલ થઈ ગયા છે. તેંડુલકરનો એક ડીપફેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે એક ગેમિંગ એપને પ્રમોટ કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં સચિન એપને એન્ડોર્સ કરતો જ નથી પરંતુ ખોટો દાવો પણ કરે છે કે તેની પુત્રી સારાને એપથી આર્થિક ફાયદો થઈ રહ્યો છે.
'માસ્ટર બ્લાસ્ટર' એ તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું છે કે ટેક્નોલોજીનો દુરુપયોગ હેરાન કરે છે. તેમણે સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કર્યું હતું. ડીપફેક વીડિયો શેર કરતા સચિને લખ્યું હતું કે આ વીડિયો ફેક છે. ટેક્નોલોજીનો બેફામ દુરુપયોગ જોઈને હેરાન છે. તમામને વિનંતી કરું છું કે તેઓ મોટી સંખ્યામાં આ વીડિયો, જાહેરાત અને એપને રિપોર્ટ કરે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને ફરિયાદો માટે સતર્ક અને પ્રતિભાવશીલ રહેવાની જરૂર છે. ખોટી માહિતી અને ડીપફેક્સના ફેલાવાને રોકવા માટે તેમના તરફથી તાત્કાલિક પગલાં મહત્વપૂર્ણ છે.
ડીપફેક ટેકનોલોજી શું છે?
નોંધનીય છે કે ડીપફેક ટેક્નોલોજીથી ફોટો અને વીડિયોમાં છેડછાડ કરવામાં આવે છે. આને સિન્થેટિક અથવા ડોક્ટરેડ ફોટો-વિડિયો (મીડિયા) કહેવામાં આવે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરીને ખોટી માહિતી રજૂ કરવામાં આવે છે. નકલ કરવા માટે ડિજિટલ ટેક્નોલોજીની મદદથી દૂર્ભાવનાપૂર્ણ મેનિપ્યુલેશન કરવામાં આવે છે. તે સાયબર ગુનેગારો માટે વ્યક્તિઓ, કંપનીઓ અથવા તો સરકારોની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનું સંભવિત હથિયાર બની ગયું છે.
ડીપફેક વીડિયોની મદદથી સોશિયલ મીડિયા મારફતે ફેલાવવામાં આવતી ખોટી માહિતી સમગ્ર વિશ્વમાં ખૂબ જ ચિંતાનો વિષય બની ગઈ છે અને તાજેતરમાં ભારતમાં ઘણી ઘટનાઓ બની છે, જેણે દેશની સરકારને આ મુદ્દા સામે કડક પગલાં લેવા અને તે કંપનીઓને સજા કરવા જણાવ્યું છે. આ સામગ્રી પર કોણ દેખરેખ રાખી શકે તેનું નિયમન કરવાની ફરજ પડી છે. સોશિયલ મીડિયા પર જ્યાં સમાચાર થોડીક સેકન્ડમાં લાખો લોકો સુધી પહોંચી જાય છે.