Nathan Ellis Injury: IPL 2024ની સિઝનની શરૂઆત પહેલા પંજાબ કિંગ્સને મોટો ફટકો પડ્યો છે. વાસ્તવમાં પંજાબ કિંગ્સના ફાસ્ટ બોલર નાથન એલિસ ઈજાગ્રસ્ત છે. નાથન એલિસ બિગ બેશ લીગ મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. નાથન એલિસની ઈજાને પંજાબ કિંગ્સ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. જોકે આ મેચમાં નાથન એલિસે શાનદાર બોલિંગ પ્રદર્શન રજૂ કર્યું હતું. નાથન એલિસે વિપક્ષી ટીમના બે મોટા બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા, પરંતુ ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો.


વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો


આ વીડિયો બિગ બેશના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે નાથન એલિસ ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. જોકે, નાથન એલિસનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાના વિચારો વ્યક્ત કરી રહ્યા છે. સાથે જ પંજાબ કિંગ્સના ચાહકોને આશા છે કે નાથન એલિસની ઈજા વધારે ગંભીર નહીં હોય. નાથન એલિસની ઈજા કેટલી ગંભીર છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.






હોબાર્ટ હરિકેન્સે મેલબોર્ન સ્ટાર્સને હરાવ્યું


જો આ મેચની વાત કરીએ તો હોબાર્ટ હરિકેન્સે મેલબોર્ન સ્ટાર્સને 7 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરવા આવેલી હોબાર્ટ હરિકેન્સે 20 ઓવરમાં 8 વિકેટે 187 રન બનાવ્યા હતા. જવાબમાં મેલબોર્ન સ્ટાર્સની ટીમ 20 ઓવરમાં 4 વિકેટે 180 રન જ બનાવી શકી હતી. આ રીતે હોબાર્ટ હરિકેન્સે મેચ જીતી લીધી હતી. જ્યારે મેલબોર્ન સ્ટાર્સને હારનો સામનો કરવો પડ્યો હતો.


આઈપીએલ 2023માં પંજાબ કિંગ્સનું પ્રદર્શન સારું રહ્યું ન હતું


આઈપીએલ 2023માં પંજાબ કિંગ્સનું પ્રદર્શન સારું રહ્યું ન હતું. ટીમ 14 માંથી માત્ર 6 મેચ જીતી અને પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને રહી. પંજાબ કિંગ્સની ટીમે આઈપીએલ ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડી સેમ કરનને રિટેન કર્યો છે. પંજાબે તેને 18.5 કરોડ રૂપિયા આપીને ટીમમાં સામેલ કર્યો હતો. પંજાબે ભાનુકા રાજપક્ષે, મોહિત રાઠી, બલતેજ ઢાંડારાજ, અંગદ બાવા અને શાહરૂખ ખાનને રિલીઝ કર્યા છે.