ઓસ્ટ્રેલિયન ક્રિકેટર શેન વોર્નના નિધનથી ક્રિકેટ જગત શોકમાં છે. શેન વોર્ન સાથે ક્રિકેટ રમી ચુકેલા ક્રિકટરો શેન વોર્નના અચાકન નિધનથી આઘાતમાં છે. ભારતના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડૂલકરે પણ ટ્વીટ કરીને શેન વોર્ન સાથેની પળો યાદ કરતો ફોટો શેર કર્યો હતો.


સચિને ટ્વીટ કરેલા ફોટમાં લખ્યું હતું કે, 


આઘાત, સ્તબ્ધ અને દુઃખી…
તને યાદ કરીશ વોર્ની.. તારી આસપાસ, મેદાન પર અથવા મેદાનની બહાર ક્યારેય તું સાથે હોય ત્યારે કોઈ નીરસ ક્ષણ નહોતી. તારી સાથેની ફિલ્ડ પરની હરીફાઈ અને મેદાનની બહારની મશ્કરીને હંમેશા યાદ રાખીશ. તું હંમેશા ભારત માટે વિશેષ સ્થાન ધરાવતો હતો અને ભારતીયો માટે તું વિશેષ સ્થાન ધરાવે છે.


યુવાનીમાં જ ગયો!






સચિને કરેલા ટ્વીટમાં શેન વોર્ન સાથેની પળો અને વોર્નનું સચિન અને ભારત માટેના સ્થાનનો ઉલ્લેખ દર્શાવે છે કે, શેન વોર્ન સચિન માટે અને ભારતીયો માટે ઘણું મહત્વ ધરાવતો હતો. શેન વોર્ને પોતાના કરિયરની શરુઆત જાન્યુઆરી 1992માં સિડની ટેસ્ટ મેચથી કરી હતી. આ સિડની ટેસ્ટ મેચ ભારત સામે રમાઈ રહી હતી. શેન વોર્ને પોતાની પહેલી વિકેટ ભારતના દિગ્ગજ ખેલાડી રવિ શાસ્ત્રીને આઉટ કરીને ઝડપી હતી. આ પ્રથમ વિકેટ બાદ શેન વોર્ને પાછું વળીને નથી જોયું અને સતત નવા રેકોર્ડ બનાવ્યા હતા. શેન વોર્ને પોતાની છેલ્લી મેચ 2007માં રમી હતી. વોર્ન 1999માં ઓસ્ટ્રેલિયન ટીમના ઉપ કેપ્ટન પણ બન્યા હતા. પરંતુ ક્યારેય કેપ્ટન નહોતા બન્યા.