રાંચીઃ કોરોના વાયરસના કારણે હાલમાં સમગ્ર દેશમાં લોકડાઉન છે. કોરોનાના કારણે આઇપીએલ 2020ને 15 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આઇપીએલ રદ થતા ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની મેદાન પર વાપસી થઇ શકી નથી. આ વચ્ચે ધોની પોતાના ઘરના ગાર્ડનમાં ઘાસ કાપતો જોવા મળ્યો હતો. આ તસવીર તેની પત્ની સાક્ષીએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
દેશમાં ચાલી રહેલા લોકડાઉનના કારણે તમામ ક્રિકેટરો પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે પરંતું સોશિયલ મીડિયા મારફતે ફેન્સ સાથે જોડાયેલા રહ્યા છે. જોકે, ધોની ખૂબ એક્ટિવ રહે છે. જોકે તેની પત્ની સાક્ષી ધોની સોશિયલ મીડિયા પર ખૂબ સજાગ છે. તે પોતાના ઘર, ધોની અને દીકરી જીવાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. સાક્ષીએ ધોનીની એક તસવીર શેર કરી જણાવ્યુ કે, લોકડાઉન ધોની શું કરી રહ્યો છે.
સાક્ષી ધોનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મહેન્દ્ર સિંહ ધોની એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં ધોની ગાર્ડનમાં ઘાસ કાપતો જોવા મળી રહ્યો છે. ધોની આ તસવીરમાં પોતાના રાંચીવાળા ફાર્મહાઉસમાં બાઇક ગેરાજ સામે ઘાસ કાપી રહ્યો છે.
લોકડાઉન દરમિયાન ગાર્ડનમાં ઘાસ કાપતો જોવા મળ્યો આ સ્ટાર ભારતીય ક્રિકેટર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Apr 2020 10:43 AM (IST)
દેશમાં ચાલી રહેલા લોકડાઉનના કારણે તમામ ક્રિકેટરો પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે પરંતુ સોશિયલ મીડિયા મારફતે ફેન્સ સાથે જોડાયેલા રહે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -