મુંબઈ: કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. ભારતના ખેલાડીઓ આગળ આવીને મદદ કરી રહ્યા છે. સચિન તેંડુલકરે બીજી વખત મદદ માટે હાથ આગળ કર્યો છે. સચિને એક એનજીઓના માધ્યમથી શિવાજી નગર અને ગોવંદી વિસ્તારમાં લોકોને મહિના માટે મદદ કરવાનો નિર્ણય કર્યો છે.


અપવાલય નામના એનજીઓએ સચિનનો આભાર માનતા ટ્વિટ કર્યું છે, 'અપનાલયની મદદ માટે આગળ આવવા માટે ધન્યવાદ સચિન, સચિન 5000 હજાર લોકોના એક મહિનાના રાશનની જવાબદારી ઉઠાવશે. ઘણા લોકો છે જેમને તમારા સમર્થનની જરૂર છે. દાન આપો.'



સચિને પોતાની તરફથી એનજીઓની સેવાઓ ચાલુ રાખવા પ્રેરિત કર્યા. તેમણે લખ્યું, પોતાનું સારૂ કામ ચાલુ રાખો. આ પહેલા પણ સચિને 50 લાખ રૂપિયાની મદદની જાહેરાત કરી હતી. સચિને પ્રધાનમંત્રી કેયર્સ ફંડ અને મુખ્યમંત્રી રાહત ફંડમાં 25-25 લાખ રૂપિયાની મદદ કરી હતી.