ક્લાર્કે કહ્યું, મને લાગે છે કે મે જેટલા પણ બેટ્સમેન જોયા છે તેમાં સચિન ટેકનિકલ રૂપથી બધાથી મજબૂત હતા. તેને આઉટ કરવો ખૂબ મુશ્કેલ હતું. મને લાગે છે કે સચિનમાં કોઈપણ પ્રકારની કમજોરી નહોતી.
ક્લાર્કે થોડા સમય પહેલા ભારતના કેપ્ટન વિરાટ કોહલીને હાલના સમયમાં ત્રણેય ફોર્મેટમાં સર્વશ્રેષ્ઠ બેટ્સમેન બતાવ્યો હતો. તેણે કહ્યું, કોહલીના વનડે અને ટી20 રેકોર્ડ શાનદાર છે અને ટેસ્ટમાં પણ દબદબો બનાવી રાખવાનું શીખી ગયો છે. સચિન અને કોહલીમાં એક વાત સામાન્ય છે બંને સદી ફટકારવાનું પસંદ કરે છે.