નવી દિલ્હીઃ ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષીએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં સાક્ષીની સાથે ધોની અને પંત જોવા મળી રહ્યા છે. ફોટો શેર કરીને સાક્ષીએ લખ્યું, મિસિંગ યૂ ગાઇઝ. ફોટો જોઇને લાગી રહ્યું છે કે ધોની સાક્ષી ફોન પર કોઇ સાથે વીડિયો કોલ પર વાત કરી રહ્યા છે અને તેમની પાછળ પંત ઉભો છે.

પંતની હાજરીને લઇ સોશિયલ મીડિયા પર કેટલાક લોકો તેને સલાવ પૂછી રહ્યા છે તો ધોનીના નવા લુકની પ્રશંસા પણ થઈ રહી છે. તાજેતરમાં ધોનીના નવા લુકની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ફેન્સે તેના નવા લુકની ઘણી પ્રશંસા કરી હતી.

[insta]

[/insta]

આ તસવીરમં પત કાર્ટુન કેરેક્ટર ટોમની લાલ રંગની ટી શર્ટ પહેરેલો નજરે પડી રહ્યો છે. ફોટો સામે આવ્યા બાદ ફેંસ પંતને ટ્રોલ કરી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે તું ફોટામાં શું કરે છે. પંતે ટોમની ટીશર્ટ સાથે ફોટો પોસ્ટ કરીને પૂછ્યું કે, તમારામાંથી કેટલા લોકોએ આ જાણીતું કાર્ટુન કેરેકટર જોયું છે ?


" data-captioned data-default-framing width="400" height="400" layout="responsive">


પંતના સવાલ પર ચહલે મજા લેતાં કહ્યું, તમને કે ટોમ ભાઈને? અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાને પણ કહ્યું, મેં તમને અને ટોમ બંનેને અનેક વખત જોયા છે.