લાહોરઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમે 13 વર્ષ બાદ ઘર આંગણે ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યું છે. પાકિસ્તાને પ્રથમ દિવસે શાનદાર બોલિંગ કરતાં સાઉથ આફ્રિકાને માત્ર 220 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. પાકિસ્તાનના સ્પિનર યાસિર શાહે 54 રનમાં 3 તથા ફાસ્ટ બોલર શાહિન આફ્રિદી અને નોમાન અલીએ 2-2 વિકેટ લીધી હતી.


જવાબમાં પાકિસ્તાને પ્રથમ દિવસના અંત સુધીમાં 33 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. સાઉથ આફ્રિકા કરતાં તેઓ હજુ પ્રથમ ઈનિંગમાં 187 રન પાછળ છે. પ્રથમ દિવસના અંતે અઝહર અલી 5 અને ફવાદ આલમ 5 રને રમતમાં હતા. પાકિસ્તાનનો ઈમરાન બટ્ટ (9), આબિદ અલી (4), કેપ્ટન બાબર આઝમ (7) અને નાઇટ વોચમેન શાહિન આફ્રિદી (0)ની વિકેટ ગુમાવી હતી.

મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો. ડીન એલ્ગર (58) અને જોર્જ લિંડ (35)ને બાદ કરતાં કોઇ બેટ્સમેન પ્રભાવિત કરી શક્યા નહોતા. રબાડાએ અણનમ 21 રન બનાવ્યા હતા. ફાફ ડુપ્લેસિસ (23) અને કેપ્ટન ક્વિંટન ડી કોક (15) પણ પાકિસ્તાનના બોલિંગ આક્રમણ સામે ટકી શક્યા નહોતા.



માસ્કને લઈ નીતિન પટેલે શું આપ્યું મોટું નિવેદન ? જાણો વિગત

Farmers Protest:  ખેડૂતોના હંગામા બાદ અમિત શાહના ગૃહ મંત્રાલયે શું લીધો મોટો નિર્ણય? જાણો વિગત