નવી દિલ્હીઃ ક્રિકેટરમાંથી કૉમેન્ટેટર બનેલા સંજય માંજરેકરે ભારતીય ક્રિકેટ કન્ટ્રલ બૉર્ડે તેને આઇપીએલ માટે કૉમેન્ટ્રી પેનલમાં સામેલ કરવાનો અનુરોધ કર્યો છે. માંજરેકરને આ વર્ષે માર્ચમાં સાઉથ આફ્રિકા અને ભારત સીરીઝ પહેલા પોતાની કૉમેન્ટ્રી પેનલમાંથી હટાવી દીધો હતો. આ સીરીઝ જોકે કૉવિડ-19ના કારણે ના રમાઇ શકી. હવે માંજરેકર ઇચ્છે છે કે તેને 19 સપ્ટેમ્બરથી 8 નવેમ્બરની વચ્ચે રમાનરી આઇપીએલ 2020 માટે ફરીથી કૉમેન્ટ્રી પેનલમાં સામેલ કરવામાં આવે.
બોર્ડને લખેલા એક મેઇલમાં મુંબઇ રણજી ટીમના પૂર્વ કેપ્ટને બોર્ડને આશ્વાસન આપ્યુ છે કે, તે બીસીસીઆઇ દ્વારા જાહેર કરાયેલી ગાઇડલાઇન્સ પર વળગી રહેશે. આ બાબતે બોર્ડને માંજરેકર તરફથી બીજો ઇમેલ પણ મોકલવામાં આવ્યો છે.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયા હિન્દી વેબસાઇટ પરના અહેવાલ પ્રમાણે, માંજરેકરે લખ્યું- બીસીસીઆઇના આદરણીય સભ્યો, આશા છે કે બધુ ઠીક હશે. તમને પહેલા પણ મારા તરફથી તે ઇમેલ મળ્યો હશે. જેમાં મે કૉમેન્ટેટર તરીકેની ભૂમિકા વિશે જણાવ્યુ હુ. હવે જ્યારે આઇપીએલની તારીખોની જાહેરાત થઇ ચૂકી છે તો બીસીસીઆઇ. ટીવી જલ્દી પોતાની કૉમેન્ટ્રી પેનલનુ સિલેક્શન કરે. તમારા દ્વારા નક્કી કરવામાં આવેલી ગાઇડલાઇન્સ અંતર્ગત કામ કરવામાં મને આનંદ આવશે. છેવટે અમે તમારા પ્રૉડક્શન અંતર્ગત જ તો કામ કરી રહ્યા છીએ. ગઇ વખત કદાચ આ મુદ્દાને લઇને પુરેપુરી સ્પષ્ટતા ન હતી થઇ. ધન્યવાદ, સાદર.
સુ્ત્રો અનુસાર, ગયા વર્ષે વર્લ્ડકપ દરમિયાન સંજય માંજરેકરે રવિન્દ્ર જાડેજાને લઇને કેટલીક ટિપ્પણીઓ કરી હતી, ત્યારબાદ ટીમ ઇન્ડિયા કેટલાક ખેલાડીઓએ બીસીસીઆઇને આની ફરિયાદ કરી હતી. ત્યારબાદ માંજરેકરને કૉમેન્ટ્રી પેનલમાંથી હટાવી દેવામાં આવ્યો હતો.
ક્યા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરે IPLમાં કૉમેન્ટેટર બનાવવા BCCIને કરી વિનંતી, વિવાદોના કારણે મૂકાયો હતો પડતો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Jul 2020 10:55 AM (IST)
માંજરેકરને આ વર્ષે માર્ચમાં સાઉથ આફ્રિકા અને ભારત સીરીઝ પહેલા પોતાની કૉમેન્ટ્રી પેનલમાંથી હટાવી દીધો હતો. આ સીરીઝ જોકે કૉવિડ-19ના કારણે ના રમાઇ શકી. હવે માંજરેકર ઇચ્છે છે કે તેને 19 સપ્ટેમ્બરથી 8 નવેમ્બરની વચ્ચે રમાનરી આઇપીએલ 2020 માટે ફરીથી કૉમેન્ટ્રી પેનલમાં સામેલ કરવામાં આવે
- - - - - - - - - Advertisement - - - - - - - - -