Sanju Samson IND vs SA Johannesburg: સંજુ સેમસને જોહાનિસબર્ગમાં વિસ્ફોટક પ્રદર્શન કર્યું અને દક્ષિણ આફ્રિકા સામે T20 શ્રેણીની ચોથી મેચમાં સદી ફટકારી. સેમસને આ ઇનિંગ દરમિયાન દક્ષિણ આફ્રિકાના બોલરોની બરાબર ધોલાઈ કરી હતી. સંજુની સદીના દમ પર ભારતે માત્ર 15 ઓવરમાં 200 રનનો આંકડો પાર કરી લીધો હતો. તેની સાથે તિલક વર્માએ પણ બોલરોની હાલત ખરાબ કરી દીધી હતી. સેમસનની ટી20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની આ ત્રીજી સદી હતી.
સેમસને દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીની પ્રથમ મેચમાં પણ સદી ફટકારી હતી. તેણે આ શ્રેણીમાં બીજી સદી ફટકારી છે. સેમસને 51 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ દરમિયાન તેણે 8 સિક્સર અને 6 ફોર ફટકારી હતી. તેણે ટીમ ઈન્ડિયા માટે તિલક વર્મા સાથે મજબૂત ભાગીદારી રમી હતી. ભારતે 18 ઓવરમાં 251 રન બનાવ્યા હતા.
સેમસને 56 બોલનો સામનો કર્યો અને અણનમ 109 રન બનાવ્યા. સેમસનની સાથે તિલકે પણ સદી ફટકારી હતી. તેણે અણનમ 120 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 283 રન બનાવ્યા હતા.
સંજુએ રોહિતના રેકોર્ડની બરાબરી કરી
સેમસને રોહિત શર્માના એક ખાસ રેકોર્ડની બરાબરી કરી છે. તેણે T20 ઈન્ટરનેશનલ મેચોમાં સૌથી વધુ 8 કે તેથી વધુ સિક્સ ફટકારવાના મામલે રોહિતની બરાબરી કરી લીધી છે. રોહિતે આ સિદ્ધિ ત્રણ વખત કરી છે. સંજુએ જોહાનિસબર્ગમાં પણ આ કારનામું કરી બતાવ્યું છે. આ યાદીમાં સૂર્યકુમાર યાદવ બીજા સ્થાને છે.
સેમસને તોડ્યો રાહુલ-ઈશાનનો રેકોર્ડ
સેમસને કેએલ રાહુલ અને ઈશાન કિશનનો રેકોર્ડ તોડ્યો છે. સેમસન ભારતનો એવો વિકેટકીપર બેટ્સમેન બની ગયો છે જેણે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ અડધી સદી ફટકારી છે. તેણે 4 અડધી સદી ફટકારી છે. જ્યારે ઈશાન અને રાહુલે 3-3 અડધી સદી ફટકારી છે.
ચોથી T20 મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 135 રનના વિશાળ માર્જિનથી હરાવ્યું. આ રીતે સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ભારતે 4 T20 મેચની શ્રેણી 3-1થી જીતી લીધી. દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 283 રનનો ટાર્ગેટ હતો, પરંતુ સાઉથ આફ્રિકાની ટીમ 18.2 ઓવરમાં 148 રન પર જ સિમિત રહી ગઈ હતી. આ પહેલા ભારતીય ટીમે 20 ઓવરમાં 1 વિકેટે 283 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો...