નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે ચેન્નાઇ સુપર કિંગ્સના એમએસ ધોની બાદ મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માને આઇપીએલનો સૌથી સારો કેપ્ટન ગણાવ્યો છે. અબુધાબીમાં બુધવારે રોહિત શર્માની મુંબઇ ઇન્ડિયન્સે કોલકત્તા નાઇટ રાઇડર્સને 49 રને હરાવ્યુ હતુ, વિરેન્દ્ર સહેવાગે આ શાનદાર જીત બાદ રોહિત શર્માને સારો કેપ્ટન ગણાવ્યો હતો.

વિરેન્દ્ર સહેવાગે રાજસ્થાન રૉયલ્સ વિરુદ્ધ ધોનીની કેપ્ટનને 10માંથી 4 નંબર આપ્યા હતા. કોલકત્તા નાઇટ રાઇડર્સ જ્યારે 196 રનોનો પીછો કરી રહ્યાં હતા. ત્યારે રોહિત શર્માએ બૉલિંગ બદલવાનો ફેંસલો કર્યો, જો સાચો સાબિત થયો. વિરેન્દ્ર સહેવાગે ક્રિકબઝને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે એમએસ ધોની બાદ રોહિત શર્મા આ ટૂર્નામેન્ટમાં બેસ્ટ કેપ્ટને છે, તે રમતને સારી રીતે સમજે છે, અને બાદમાં પોતાની રણનીતિમાં ફેરફાર કરે છે.

વિરેન્દ્ર સહેવાગ ગૌરવ કપૂરને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું- હું હંમેશાથી કહુ છે કે આ ટૂર્નામેન્ટમાં એમએસ ધોની બાદ રોહિત શર્મા બેસ્ટ કેપ્ટન છે. જેવી રીતે તે રમતને સમજે છે, અને રણનીતિઓમાં ફેરફાર કરે છે. તે બહુજ આઉટસ્ટેન્ડિંગ છે.સહેવાગે કહ્યું પૉઇન્ટ આઉટ કહ્યું કે રોહિતે કેવી રીતે પોલાર્ડને એટેક માટે બોલાવ્યો, જ્યારે બે કેકેઆરની બે વિકેટ પડ્યા પછી દિનેશ કાર્તિક અને નીતિશ રાણેએ સારી પાર્ટનરશીપની શરૂઆત કરી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે સહેવાગના નિવેદનનુ સમર્થન પૂર્વ ક્રિકેટર અજય જાડેજાએ પણ કહ્યુ હતુ, તેને પણ રોહિત શર્માને યોગ્ય કેપ્ટન ગણાવ્યો હતો.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ