India tour of West Indies: ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે. આ પ્રવાસમાં બંને ટીમો વચ્ચે 3 વન ડે અને 5 ટી-20 મેચ રમશે. ક્રિકબઝના સમાચાર મુજબ આ પ્રવાસમાં ઘણા સિનિયર ભારતીય ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે. ટીમ મેનેજમેન્ટ આ શ્રેણીમાં યુવાઓને તક આપશે, જ્યારે ટીમની કમાન નિયમિત કેપ્ટન રોહિત શર્માના હાથમાં રહેશે.


ટુંક સમયમાં ટીમની જાહેરાત કરવામાં આવશે
વિન્ડીઝ પ્રવાસ માટે કયા ખેલાડીઓને આરામ આપવામાં આવશે તે હજુ નક્કી નથી. પરંતુ અહેવાલો અનુસાર, ઘણા સિનિયર ખેલાડીઓ આમાં સામેલ થશે. આ પ્રવાસ માટેની ભારતીય ટીમની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. ચીફ સિલેક્ટર ચેતન શર્મા ટીમ સાથે ઈંગ્લેન્ડમાં જ હાજર છે, તેથી તેઓ હવે રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને ઋષભ પંત સાથે ચર્ચા કરી શકે છે. રોહિત શર્મા વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટીમનો કેપ્ટન રહી શકે છે.


ભારતનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 22 જુલાઈથી વનડે શ્રેણી શરૂ થશે. પ્રથમ વનડે 22મી, બીજી 24મી અને ત્રીજી 27મી જુલાઈએ રમાશે. તમામ મેચ ક્વીન્સ પાર્ક ઓવલ, પોર્ટ ઓફ સ્પેન, ત્રિનિદાદ ખાતે રમાશે.તો બીજી તરફ, પ્રથમ ટી-20 29 જુલાઈ અને છેલ્લી 7 ઓગસ્ટે રમાશે.


વન ડે શ્રેણી શેડ્યૂલ



  • 1લી વન ડે: 22 જુલાઈ, ક્વીન્સ પાર્ક ઓવલ, પોર્ટ ઓફ સ્પેન, ત્રિનિદાદ

  • 2જી વન ડે: 24 જુલાઈ, ક્વીન્સ પાર્ક ઓવલ, પોર્ટ ઓફ સ્પેન, ત્રિનિદાદ

  • ત્રીજી વન ડે: 27 જુલાઈ, ક્વીન્સ પાર્ક ઓવલ, પોર્ટ ઓફ સ્પેન, ત્રિનિદાદ


ટી20 શ્રેણીનું શેડ્યૂલ



  • પહેલી ટી-20: 29 જુલાઈ, બ્રાયન લારા સ્ટેડિયમ, તારોબા, ત્રિનિદાદ

  • બીજી ટી-20: 1 ઓગસ્ટ, વોર્નર પાર્ક, બાસેટેરે, સેન્ટ કિટ્સો

  • ત્રીજી ટી-20: 2 ઓગસ્ટ, વોર્નર પાર્ક, બાસેટેરે, સેન્ટ કિટ્સો

  • ચોથી ટી-20: 6 ઓગસ્ટ, સેન્ટ્રલ બ્રોવર્ડ રિજનલ પાર્ક સ્ટેડિયમ ટર્ફ ગ્રાઉન્ડ, લોડરહિલ, ફ્લોરિડા

  • પાંચમી ટી-20: 7 ઓગસ્ટ, સેન્ટ્રલ બ્રોવર્ડ રિઝનલ પાર્ક સ્ટેડિયમ ટર્ફ ગ્રાઉન્ડ, લોડરહિલ, ફ્લોરિડા