સાઉથ આફ્રિકા સામેની વન-ડે સીરિઝમાં વિરાટ કોહલી કેપ્ટનશીપ કરશે. રોહિત શર્મા ટીમ ઇન્ડિયામાં વાપસી કરી શક્યો નહી. રોહિત શર્માને ન્યૂઝિલેન્ડ પ્રવાસ દરમિયાન પાંચમી અને અંતિમ ટી-20 મેચ દરમિયાન પગમાં ઇજા પહોચી હતી. આ કારણે રોહિત શર્માને વન-ડે અને ટેસ્ટ સીરિઝમાંથી બહાર થવું પડ્યું હતું.
બીજી તરફ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ટીમ ઇન્ડિયામાં વાપસી કરવામાં સફળ રહ્યો છે પંડ્યાને પાંચ મહિના અગાઉ કમરમાં ઇજા પહોંચી હતી ત્યારબાદ લંડનમાં તેની સર્જરી કરાવાઇ હતી. 34 વર્ષનો શિખર ધવન ટીમમાં પાછો ફર્યો છે.
કેદાર જાધવને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. શિવન દુબે, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી અને મયંક અગ્રવાલને પણ વન-ડે સીરિઝમાં સ્થાન મળ્યું નથી. આ તમામ ખેલાડીઓ ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ વન-ડે સીરિઝમાં ટીમ ઇન્ડિયાનો હિસ્સો હતા.