મુંબઈઃ યસ બેંકના સંસ્થાપક અને પૂર્વ સીઈઓ રાણા કપૂરની ઈડીએ ધરપકડ કરી છે. રાણા કપૂરની 31 કલાક લાંબી પૂછપરછ બાદ સવારે ચાર વાગ્યે ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ રાણા કપૂરને આજે સવારે પ્રીવેન્શન ઓફ મની લૉન્ડ્રિંગ એક્ટ કોર્ટ(પીએમએલએ) કોર્ટમાં રજૂ કરાશે. આ પહેલા શનિવારે ઇડીએ રાણાના દિલ્હી અને મુંબઈમાં કેટલાક ઠેકાંણા પર દરોડા પાડ્યા હતા.

2015માં IPLથી આવી લાઈમ લાઈટમાં

એક સમયે રાણા કપૂરની દીકરી રાખી કપૂર ટંડન આઈપીએલમાં મિસ્ટ્રી ગર્લ પણ રહી હતી. તેમની દીકરીની ઉઠક બેઠક મોટા લોકો સાથે હતી પરંતુ હવે તે ઈડીની રડારમાં આવતી જોવા મળી રહી છે. 2015માં આઈપીએલ ફાઈનલ મેચ સમાપ્ત થયા બાદ તે પ્રેઝન્ટેશનમાં જોવા મળી હતી. જે બાજ ટ્વિટર અને ફેસબુક પર છવાઈ હતી.



મુંબઈ ઈન્ડિયન્સની જર્સીમાં જોવા મળી હતી રાખી કપૂર

રાખીને મુંબઈ ઈન્ડિયન્સની જર્સીમાં જોયા બાદ લોકોને તેના અંગે જાણવાની ખૂબ ઉત્સુક્તા થઈ હતી. તમામે ફેસબુક અને ટ્વિટર પર તેના અંગે સર્ચ કર્યુ હતું. રાખી કપૂર ટંડન યસ બેંકના સીઈઓ રાણા કપૂરની સૌથી મોટી પુત્રી છે. તેની માતાનું નામ બિંદુ કપૂર છે. તેને અન્ય બે બહેનો રાધા અને રોશની છે.



દિલ્હીના બિઝનેસમેન સાથે કર્યા છે લગ્ન

રાખી કપૂર યસ બેંકની બ્રાન્ડ મેનેજમેન્ટ અને સ્ટ્રેટેજી જોતી હતી. તેણે દિલ્હીના બિઝનેસ મેન અલકેશ ટંડન સાથે લગ્ન કર્યા છે. જેનો સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલ સાથે પારિવારિક સંબંધ છે. રાખીએ અમેરિકામાં ઈન્વેસ્ટમેંટ બેંકરની નોકરી કરી છે. મેચ બાદ થયેલી પાર્ટીમાં રાખી મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડી કિરોન પોલાર્ડ સાથે પણ જોવા મળી હતી અને તેમની આ તસવીર વાયરલ પણ થઈ હતી.



નીતા અંબાણી પણ સામેલ થયા હતા લગ્નમાં

2013માં રાખી અને અલકેશના લગ્ન થયા હતા. જેમાં લક્ષ્મી મિત્તર, બોરિસ બેકલ, નીતા અંબાણી, ટીના અંબાણી સહિતના સેલિબ્રિટી સામેલ થયા હતા.

Women’s T-20 World Cup: ફાઈનલમાં વરસાદ પડે અને મેચ રદ્દ થાય તો શું ભારત વિજેતા બનશે ? જાણો વિગતે

અમેરિકામાં વધી રહ્યા છે કોરોનાના કેસ, ન્યૂયોર્કમાં જાહેર કરાઈ ઈમરજન્સી