T20 World Cup 2022: 16 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટી20 વર્લ્ડ કપની શરુઆત થવા જઈ રહી છે. આ વર્લ્ડ કપમાં ભારત પોતાની પ્રથમ મેચ 23 ઓક્ટોબરના રોજ પાકિસ્તાન સામે રમશે. આ મેચ પહેલાં પાકિસ્તાનની ટીમ માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. પાકિસ્તાનનો સ્ટાર ફાસ્ટ બોલર શાહિન આફ્રિદી હવે ટી20 વર્લ્ડ કપમાં રમવા માટે તૈયાર છે. 


T20 વર્લ્ડ કપમાં કમબેક કરશે શાહિન આફ્રિદીઃ


પાકિસ્તાની બોલર શાહિન આફ્રિદી આફ્રિદી જુલાઈમાં શ્રીલંકા વિરુદ્ધ ગાલેમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ દરમિયાન ફિલ્ડિંગ દરમિયાન જમણા ઘૂંટણના થયેલી ઈજાને કારણે ક્રિકેટના મેદાનમાંથી બહાર થઈ ગયો હતો. ત્યારે હવે શાહિન આફ્રિદીએ પોતાની ઘૂંટણની ઈજા માટે રિહેબ (સારવાર) પૂર્ણ કરી લીધી છે. હવે 15 ઓક્ટોમ્બરથી શાહિન આફ્રિદી ટીમ પાકિસ્તાનને જોઈન કરશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા જાહેર કરાયેલી યાદીમાં જણાવ્યા મુજબ શાહિન અફ્રિદી વર્લ્ડ કપની મેચ રમવા માટે તૈયાર છે.


શાહિન આફ્રિદીએ શું કહ્યું?


શાહિન આફ્રિદી હવે ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન સામે અનુક્રમે 17 અને 19 ઓક્ટોબરની પ્રેક્ટિસ મેચ માટે પસંદગી માટે ઉપલબ્ધ છે, જે દરમિયાન ટીમ મેનેજમેન્ટ દ્વારા તેની મેચ ફિટનેસનું મૂલ્યાંકન કરવામાં આવશે. શાહીન શાહ આફ્રિદીએ કહ્યું કે “હું T20 વર્લ્ડ કપ માટે ફરીથી રાષ્ટ્રીય ટીમમાં જોડાવા અને અમારા ઑસ્ટ્રેલિયા અભિયાનમાં મારી ભૂમિકા ભજવવાની સંભાવનાઓથી ખૂબ જ ઉત્સાહિત છું. હું છેલ્લા 10 દિવસથી સંપૂર્ણ રન-અપ અને ગતિ સાથે 6થી 8 ઓવર મુશ્કેલી વગર બોલિંગ કરી રહ્યો છું.






તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનની ટીમ માટે શાહિન આફ્રિદી સૌથી મહત્વનો બોલર છે. શાહિન પોતાની ઘાતક બોલિંગ વડે કોઈ પણ મેચ પલટવા માટે સક્ષમ છે. હવે શાહિન આફ્રિદી વર્લ્ડ કપમાં લાંબા સમય બાદ કમબેક કરી રહ્યો છે ત્યારે જોવાનું રહે છે કે, તે વર્લ્ડકપમાં કેવો કમાલ બતાવી શકે છે.


આ પણ વાંચો....


IND vs SA 3rd ODI: ભારતે સાઉથ આફ્રિકા સામે તોડ્યો 23 વર્ષ જૂનો મોટો રેકોર્ડ, જાણો ટોપ-4 ઓછા સ્કોર