નવી દિલ્હીઃ પાકિસ્તાની ઓલરાઉન્ડર અને સ્ટાર ક્રિકેટર શાહિદ આફ્રિદીએ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને દુનિયાનો બેસ્ટ કેપ્ટન ગણાવ્યો છે. શાહિદ આફ્રિદીના મતે ધોની પોન્ટિંગ કરતા પણ બહુ સારો કેપ્ટન છે. જ્યારે શાહિદ આફ્રિદીને પુછવામાં આવ્યુ કે એમ એસ ધોની અને રિકી પોન્ટિંગ બન્નેમાંથી સારો કેપ્ટન કોણ સાબિત થઇ શકે છે, આ સવાલના જવાબમાં આફ્રિદીએ આ જવાબ આપ્યો હતો.


ટ્વીટર પર એક ઇન્ટ્રેક્ટિવ સેશન દરમિયાન પોતાના ફેન્સ સાથે વાત કરતા કહ્યું કે, પોન્ટિંગથી બેસ્ટ ધોની છે. જ્યારે પોન્ટિંગ અને ધોનીના કેપ્ટનશીપની તુલના કરવાના એક ફેનના સવાલના જવાબમાં આફ્રિદીએ જવાબ આપ્યો હતો. આફ્રિદીએ કહ્યું ધોની બેસ્ટ છે, કેમકે તેને એક એવી ટીમ બનાવી જેમાં યુવાઓ સામેલ હતા. આફ્રિદીએ કહ્યું કે, ધોનીને હુ પોન્ટિંગથી એક કદમ આગળ રાખવા માંગીશ.



ધોની અને પોન્ટિંગ, ખરેખરમાં ક્રિકેટની રમતમાં બન્ને સૌથી સફળ કેપ્ટનોમાંના એક છે, બન્નેના નામે બે વર્લ્ડકપ ટ્રૉફી છે. ધોનીએ વર્ષ 2011 વર્લ્ડકપ ટ્રૉફી પોતાના નામે કર્યા પહેલા વર્ષ 2007માં ઉદઘાટન ટી20 વર્લ્ડકપ જીત્યો હતો, જેમાં ભારતનુ તેને નેતૃત્વ કર્યુ હતુ. તમામ મુખ્ય આઇસીસી ટ્રૉફી (50 ઓવરનો વર્લ્ડકપ, ટી20 વર્લ્ડકપ અને ચેમ્પિયન ટ્રૉફી) જીતનારો એકમાત્ર કેપ્ટન બનેલો છે.

તો વળી, પોન્ટિંગે પોતાના નામે બે વર્લ્ડકપ ટાઇટલ કર્યા છે. જેમાં વર્ષ 2003 અને વર્ષ 2007નો વર્લ્ડકપ સામેલ છે. આ દરમિયાન પોન્ટિંગની કેપ્ટનશીપનો દબદબો 2000 દાયકામાં ખુબ રહ્યો હતો.