કરાંચીઃ પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી આજકાલ ખુબ ગુસ્સામાં છે. અફ્રિદીને ફરિયાદ છે કે તેની દીકરીને લઇને સોશ્યલ મીડિયામાં ખોટી ખોટી અફવા ફેલાવવામાં આવી રહી છે. શાહિદ આફ્રિદી અનુસાર લોકો અફવા ફેલાવી રહ્યાં છે કે તેની દીકરી બિમારી છે, અને હૉસ્પીટલમાં ભરતી છે. આ વાતને લઇને આફ્રિદી સોશ્યલ મીડિયામાં લોકોને જવાબદાર બનવા અંગે કહી રહ્યો છે.


ખાસ વાત છે કે પોતાની દીકરીની બિમાર હોવાની ખોટી અફવા સોશ્યલ મીડિયા પર ઉડી હતી, આ વાતને લઇને સ્ટાર ક્રિકેટર શાહિદ આફ્રિદી ગિન્નાયો હતો. શાહિદ આફ્રિદી 2જી ડિસેમ્બરે એક અઠવાડિયા બાદ શ્રીલંકામાં રમાઇ રહેલી લંકા પ્રીમિયર લીગ વચ્ચેથી છોડીને પાકિસ્તાન પરત આવી ગયો હતો. આફ્રિદીને જ્યારે આ રીતે ટૂર્નામેન્ટ છોડીને આવવા પર પુછ્યુ ત્યારે તેને પોતાનુ પર્સનલ અને ઇમર્જન્સી કારણ આગળ ધરી દીધુ હતુ.

ફાઇલ તસવીર

પરંતુ વાત એમ હતી કે સોશ્યલ મીડિયા પર એક તસવીર શેર કરવામાં આવી રહી છે, જેમાં બતાવવામાં આવ્યુ છે કે આફ્રિદીની દીકરી હૉસ્પીટલના બેડ પર સુતી છે અને આફ્રિદી સામે ઉભેલો છે. પોતાની દીકરીની તસવીરો સાથેની આ અફવા ફેલાયા બાદ આફ્રિદી તાત્કાલિક શ્રંલકામાંથી પાકિસ્તાન દોડી આવ્યો હતો. જોકે, બાદમાં આફ્રિદીએ આવી વાતોને નકારી કાઢી હતી, અને પોતાની દીકરી સંપૂર્ણ સ્વસ્થ હોવાની વાત કહી હતી.

નોંધનીય છે કે આ વર્ષ ફેબ્રુઆરીમાં શાહિદ આફ્રિદી પાંચમી વાર પિતા બન્યો હતો. શાહિદ આફ્રિદી પાંચ દીકરીઓનો પિતા છે. પાકિસ્તાન તરફથી 20 વર્ષ ક્રિકેટ રમ્યા બાદ હાલ શ્રીલંકામાં લંકા પ્રીમિયર લીગ રમી રહ્યો છે.