શાહિદ આફ્રિદીએ મેદાન પર એમ્પાયર દ્વારા ખેલાડીઓની ટૉપી હાથમાં ના પકડવા નિયમને લઇને આઇસીસીને સવાલો કર્યા છે. આ નિયમ આફ્રિદીને રાસ નથી આવ્યો. હાલ પાકિસ્તાન સુપર લીગ ચાલી રહી છે, મુલ્તાન સુલતાન્સ તરફથી રમી રહેલા આફ્રિદી પેશાવર જાલ્મી સામે બૉલિંગ બૉલિંગ કરવા ગયો, આ દરમિયાન એમ્પાયરે તેની ટોપી પકડવાની ના પાડી દીધી હતી. આ કારણે શાહિદ આફ્રિદી ગુસ્સે ભરાયો હતો.
આફ્રિદીએ ટ્વીટ કરીને પોતાની નારાજગી દર્શાવી હતી, આફ્રિદીએ કહ્યું- આઇસીસી હું હેરાન છુ કે એમ્પાયરને બૉલરોની ટૉપી લેવાની અનુમતી કેમ નથી આપવામાં આવી, જ્યારે તે બાયૉ બબલમાં રહે છે જેમાં ખેલાડીઓ અને મેનેજમેન્ટના લોકો રહે છે, અને એટલે સુધી કે રમત સમાપ્ત થવા પર હાથ પણ મિલાવે છે.
ગયા વર્ષે બદલાયા છે નિયમ....
આઇસીસીએ કૉવિડ-19ના કારણે ગયા વર્ષે જૂનમાં પોતાના નિયમોમાં ફેરફાર કર્યા હતા, જેમાં બૉલ પર લાળ ના લગાવવી અને એમ્પાયર દ્વારા ખેલાડીઓની કેપ ના લેવાનો નિયમ પણ સામેલ છે. એટલુ જ નહીં આઇસીસીએ ખેલાડીઓને એકબીજા સાથે હાથ મિલાવવા પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. આ કારણે એમ્પયારે આફ્રિદીને ટોપી ન હતી લીધી.