નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના બેસ્ટ ફિનિસર અને કેપ્ટન તરીકે પોતાની નવી ઇમેજ ઉભી કરી ચૂકેલા ધોનીને હજુ પણ વાપસીની આશા છે. આ વાત ખુદ તેના સાથી ખેલાડી સુરેશ રૈનાએ કહી છે. રૈનાને કહ્યું કે, ધોની હજુપણ ક્રિકેટ રમવા માટે ઉત્સુક છે, અને જ્યારે પણ પ્રેક્ટિસ કરે છે ત્યારે ગગનચુંબી છગ્ગા ફટકારીને પોતાને પુરવાર કરે છે.


લૉકડાઉન-2ના કારણે હવે દેશમાં 3 મે સુધી કોઇપણ પ્રકારની ક્રિકેટ નહીં રમાય તે નક્કી છે. પણ ધોની હજુ પણ ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી પ્રેક્ટિસ કરી રહ્યો છે. આ વાત ખુદ રૈનાએ કહી હતી.



રૈનાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ધોની એક સારે બેટ્સમેન છે, અને તેનામાં હજુ પણ ક્રિકેટ બાકી છે. તે અલગ પ્રકારના શૉટ રમી રહ્યો છે, જેને મે ક્યારેય નથી જોયા. તે પ્રેક્ટિસ દરમિયાન મોટો મોટા ગગનચુંબી છગ્ગાઓ ફટકારી રહ્યો છે. તે વાપસી માટે પરસેવો વહાવી રહ્યો છે. મને લાગે છે કે ધોની હજુ પણ વાપસી કરી શકે છે.



રૈનાએ કહ્યું કે જો આઇપીએલ અને ટી20 વર્લ્ડકપ રમાવવાનો હોય તો મને આશા છે કે ધોની જરૂર વાપસી કરી શકે છે, ધોનીમાં ઉંમર જેવુ કોઇ દબાણ નથી.

નોંધનીય છે કે, સુરેશ રૈના અને ધોની ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમમાં સાથે રમી રહ્યાં છે, વર્ષ 2011 વર્લ્ડકપ અને 2013ની ચેમ્પિયન ટ્રૉફીની ટીમમાં પણ સાથે હતા.