નવી દિલ્હીઃ દુનિયા આખી હાલ કોરોના સંકટ સામે ઝઝૂમી રહી છે, ત્યારે પાડોશી દેશ પાકિસ્તાનને કાશ્મીરની પડી છે. પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર આફ્રિદીના એક વિવાદાસ્પદ નિવેદન પર હવે ટીમ ઇન્ડિયાના ઓપનર શિખર ધવને સીધો એટેક કર્યો છે, ધવને આફ્રિદીને આડેહાથે લીધા બાદ કાશ્મીર મુદ્દે બન્ને દેશના ક્રિકેટરો વચ્ચે ટ્વીટર વૉર શરૂ થઇ હતુ.


પીઓકેમાં એક ગામમાં લોકોની વચ્ચે ઝેર ફેલાવવા અને તેમને ઉકસાવવા માટેનો આફ્રિદીનો એક વીડિયો વાયરલ થયો, આ વીડિયોમાં આફ્રિદી કાશ્મીર ઘાટીમાં એક મોટી સંખ્યામા લોકોને ભેગા કરવા અને વડાપ્રધાન મોદીની નિંદા કરતો સંભળાઇ રહ્યો છે. પીએમ મોદીને અપશબ્દો બોલનારી આફ્રિદીની ભારતીય ક્રિકેટરોએ ઝાટકણી કાઢી હતી.



આ વીડિયોને લઇને ધવન પહેલા યુવરાજ સિંહ, હરભજન સિંહ અને ગૌતમ ગંભીર આફ્રિદીના નિવેદનની નિંદા કરી ચૂક્યા છે.



ધવને ટ્વીટ કરતાં લખ્યું- આ સમયે આખી દુનિયા કોરોના સામે લડી રહી છે, આવા સમયે તમને કાશ્મીરની પડી છે. કાશ્મીર અમારુ હતુ, અમારુ છે અને અમારુ જ રહેશે. ભલે 22 કરોડ લઇ જાઓ અમારો એક સવા લાખના બરાબર છે, બાકીની ગણતરી તમારી જાતે કરી લેજો.



આફ્રિદીને લઇને નિંદાભર્યા ટ્વીટ શરૂ થઇ ગયા હતા, હરભજન અને યુવરાજે આફ્રિદીના બધા પ્રકારના સંબંધો તોડી નાંખવા સુધીની વાત કહી દીધી હતી.