Shakib Al Hasan On IND vs BAN Match: બુધવારે એડિલેડમાં બાંગ્લાદેશની ટીમ ઈન્ડિયા સામે ટકરાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને સેમીફાઈનલનો દાવો મજબૂત કરવા ઈચ્છશે. વાસ્તવમાં, આ પહેલા રવિવારે ટીમ ઈન્ડિયાને દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. અત્યારે ગ્રુપ-2માં દક્ષિણ આફ્રિકા ટોચ પર છે. જ્યારે ભારતીય ટીમ બીજા નંબર પર છે. હવે ભારત સામેની મેચ પહેલા બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને મોટું નિવેદન આપ્યું છે.



'ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ જીતવા ઓસ્ટ્રેલિયા આવી છે, પરંતુ...'


બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને કહ્યું કે ટીમ ઈન્ડિયા ચોક્કસપણે ફેવરિટ છે, પરંતુ અમે આ મેચમાં અપસેટ કરવા ઈચ્છીશું. તેણે કહ્યું કે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપ જીતવા આવી છે, અમારી ટીમ અહીં વર્લ્ડ કપ જીતવા નથી આવી. શાકિબ અલ હસને વધુમાં કહ્યું કે જો અમે ટીમ ઈન્ડિયા સામે જીતવામાં સફળ રહીશું તો અપસેટ થશે. સાથે જ તેણે કહ્યું કે ભારત સામેની મેચમાં અમે અમારા સો ટકા આપીશું.


ટીમ ઈન્ડિયા ગ્રુપ-2માં બીજા ક્રમે છે


ઉલ્લેખનીય છે કે, બુધવારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એડિલેડમાં મેચ રમાશે. હાલ ભારતીય ટીમ ગ્રૂપ-2માં 3 મેચ બાદ નંબર 2 પર છે. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન અને નેધરલેન્ડ સામે જીત મેળવી હતી, પરંતુ દક્ષિણ આફ્રિકા સામે તેને હારનો સામનો કરવો પડ્યો હતો. આ રીતે 3 મેચ બાદ ભારતીય ટીમના 4 પોઈન્ટ છે. તે જ સમયે, બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા અને ભારત પછી પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર છે. વાસ્તવમાં, બાંગ્લાદેશ અને ભારતના 4-4 પોઈન્ટ છે, પરંતુ સારા નેટ રન રેટના કારણે ટીમ ઈન્ડિયા ત્રીજા નંબર પર છે.


શું કહે છે હવામાન રિપોર્ટ -
વેધર રિપોર્ટ પ્રમાણે છેલ્લા બે દિવસથી એડિલેડમાં સતત વરસાદ પડી રહ્યો છે, અને જો વરસાદ કાલે પણ ચાલુ જ રહેશે, તો ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઇ શકે છે. જો આવુ થશે તો ટીમ ઇન્ડિયાનુ સેમિ ફાઇનલનુ સમીકરણ બગડી શકે છે. હવામાન વિભાગે જાણકારી આપી છે કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં વરસાદ વિલન બની શકે છે. એડિલેડનુ વાતાવરણ વરસાદી છે. ત્યા તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે, તે સમયે થોડો વરસાદ પણ પડશે. જોકે, હવે મેચ દરમિયાન વરસાદ કેટલી રમત બગાડી શકે છે તો તે કાલે જ ખબર પડશે. 


પૉઇન્ટ ટેબલ પર શું છે ભારતની સ્થિતિ 
પૉઇન્ટ ટેબલ પર નજર કરીએ, તો ભારતની સ્થિતિ ખુબ મજબૂત છે, પરંતુ એક હાર ટીમને જોખમમાં મુકી શકે છે. અત્યારે ભારતીય ટીમ પૉઇન્ટ ટેબલમાં 4 પૉઇન્ટ સાથે નંબર બે પર છે. સેમિ ફાઇનલમાં જગ્યા બનાવવા માટે ભારતે પોતાના છેલ્લા બન્ને મુકાબલામાં જીત નોંધાવવી પડશે. પરંતુ જો વરસાદ પડશે, તો પૉઇન્ટની વહેંચણી થઇ જશે અને ભારત માટે ચિંતા રહેશે.