ઓસ્ટ્રેલીયાના પૂર્વ ક્રિકેટર શેન વોર્નનું નિધન થયું છે. મળતી માહિતી મુજબ હાર્ટ એટેકના કારણે શેન વોર્નનું નિધન થયું છે. તેમની ઉંમર 52 વર્ષની હતી. શેન વોર્નના નિધનથી ક્રિકેટ જગતમાં શોકનો માહોલ છવાયો છે. શેન વોર્નના મૃત્યુના સમાચારથી ક્રિકેટ ચાહકોને હેરાન કરી દીધા છે. મળતી જાણકારી પ્રમાણે, શેન વોર્ન થાઈલેન્ડમાં હતા ત્યાં તેમને હાર્ટ એટેક આવ્યો હતો ત્યાર બાદ તેમનું નિધન થયું હતું.


વિશ્વના દિગ્ગજ સ્પિનરમાં સામેલ ઓસ્ટ્રેલિયાના શેન વોર્નેનું નિધન થયું છે. આઈપીએલમાં તેઓએ પૂર્વ વિજેતા ટીમ રાજસ્થાન રોયલ્સના મેન્ટર રહ્યા હતા.  પોતાની કેપ્ટનશિપમાં રાજસ્થાનને એક વખત આઈપીએલ ચેમ્પિયન બનાવ્યું હતું. શેન વોર્નનું હુલામણું નામ વોર્ની હતું. 


શેન વોર્નનો જન્મ 13 સપ્ટેમ્બર 1969ના રોજ ઓસ્ટ્રેલીયામાં થયો હતો. શેન વોર્નની ગણતરી દિગ્ગજ બોલર અને દિગ્ગજ ક્રિકેટરોમાં થાય છે. શેન વોર્નની સ્પિન બોલીંગમાં સારી પકડ હતી. તેઓ બેથી ત્રણ પ્રકારની ગુગલી બોલીંગ કરી શકતા હતા.  શેન વોર્ને ભુલાઈ ગયેલી લેગ સ્પિનની કળા પરત લાવી હતી. વર્ષ 2006માં શેન વોર્ન ટેસ્ટ ક્રિકેટમાં 700 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યા હતા. વર્ષ 1993ની એશીસ સીરીઝમાં ઈંગ્લેન્ડ સામે વોર્ને 6 ટેસ્ટ મેચમાં 34 વિકેટ ઝડપી હતી. 


વોર્નને કારકિર્દી પછીના સર્વશ્રેષ્ઠ લેગ-સ્પિન બોલરોમાંના એક તરીકે ગણવામાં આવે છે જેમાં તેણે 1992 થી 2007 સુધીની ટેસ્ટ કારકિર્દીમાં 708 ટેસ્ટ વિકેટો લીધી હતી. બાદમાં તે ઇન્ડિયન પ્રીમિયર લીગ અને અન્ય ટ્વેન્ટી20 સ્પર્ધાઓમાં રમ્યો હતો.


શેન વોર્ન ટેસ્ટ (Test)માં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડીમાં બીજા નંબર પર છે. વોર્ને 145 ટેસ્ટમાં 708 વિકેટ લીધી છે. જ્યારે તે પહેલા શ્રીલંકાના પૂર્વ સ્પિનર મુરલીધરનનું નામ છે તેને 800 થી વધારે વિકેટ પોતાના નામે કરી છે. તો વોર્ને 194 વનડે મેચ રમતા 293 વિકેટ લીધી છે. આ પહેલા વોર્ને પોતાની કેપ્ટનશિપ હેઠળ રાજસ્થાન રોયલ્સની ટીમને આઇપીએલનું સૌ પ્રથમ ટાઇટલ જીતવ્યુ હતું. આ તમામ બાદ મહત્વનું એ છે કે, રાજસ્થાન રોયલ્સ ત્યારબાદ એક પણ ટાઇટલ જીતી શકી નથી.


દિગ્ગજ ક્રિકેટર શેન વોર્ન પ્રેમથી 'વોર્ની' તરીકે ઓળખાય છે અને વિશ્વભરના લાખો લોકો દ્વારા તેને પસંદ કરવામાં આવે છે, વોર્નને ઘણા લોકો આ રમત રમવા માટે સૌથી મહાન બોલર તરીકે માને છે.


તેની શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય કારકિર્દી 15 વર્ષ સુધી હતી અને તેણે 708 ટેસ્ટ વિકેટ લીધી હતી - જે ઓસ્ટ્રેલિયન માટે અત્યાર સુધીની સૌથી વધુ, અને માત્ર મુથૈયા મુરલીધરન પછી બીજા ક્રમે છે.


1992માં SCG ખાતે ટેસ્ટમાં પદાર્પણ કર્યા પછી, વોર્ન વિશ્વ ક્રિકેટમાં કોઈપણ ટીમ દ્વારા વર્ચસ્વના સર્વશ્રેષ્ઠ અવધિમાંના એકમાં તમામ ફોર્મેટમાં મુખ્ય વ્યક્તિ બની ગયો. તે 1999માં ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપ જીતનો સભ્ય હતો અને 1993 અને 2003ની વચ્ચે પાંચ એશિઝ વિજેતા ટીમો હતી.