નવી દિલ્હીઃ કોરોના વાયરસના કેર વચ્ચે ભારતમાં મોટાભાગની ગતિવિધિઓને 3 મે સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આમાં ભારતની સૌથી લોકપ્રિય ટૂર્નામેન્ટ આઇપીએલ પણ સામેલ છે. પીએમના લૉકડાઉન -2ના સંબોધન બાદ આઇપીએલ નહીં રમાય તે નક્કી થઇ ગયુ છે. હવે આ વાતને લઇને શેન વૉટસન દુઃખી થયો છે.

ઓસ્ટ્રેલિયાનો પૂર્વ ઓલરાઉન્ડર અને હાલ ચેન્નાઇ સુપર કિંગ્સનો હીરો શેન વૉટસન આઇપીએલ રદ્દ થવાની સમાચાર સાંભળીને નિરાશ થયો છે.

ચેન્નાઇએ સોશ્યલ મીડિયા પર એક વીડિયો પૉસ્ટ કર્યો છે, જેમાં શેન વૉટસને કહ્યું કે, મને આશા છે કે આવનારા દિવસોમાં કોરોના વાયરસનો ખતરો ઓછો થઇ જશે, જેના કારણે ઓછામાં ઓછુ એક વર્ષ વધુ ચેન્નાઇ સુપર કિંગ્સ માટે રમી શકુ છું.



જોકે, બીસીસીઆઇ અધ્યક્ષ ગાંગુલીએ સ્પષ્ટ કરી દીધુ હતુ કે આ વર્ષે આઇપીએલ ભુલી જવી પડશે, કેમકે દેશમાં કોરોનાનો ખતરો ખુબ વધી ગયો છે, જેના કારણે ટૂર્નામેન્ટનું આયોજન શક્ય નથી.