T20 World Cup: IPL 2021ની સમાપ્તિ બાદ તરત જ ટી20 વર્લ્ડકપની શરૂઆત થશે. જેમાં સૌની નજર ભારત અને પાકિસ્તાનના 24 ઓક્ટોબરે રમાનારા મુકાબલા પર છે. જોક વર્લ્ડકપ પહેલા ભારતીય ટીમને મોટો બદલાવ થયો છે ગુજરાતી સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલ બહાર થઈ ગયો છે. તેના સ્થાને શાર્દુલ ઠાકુરનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીસીસીઆઈએ એક નિવેદન બહાર પાડીને આ જાણકારી આપી છે. જેમાં જણાવાયું છે કે શાર્દુલ ઠાકુરનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે અક્ષર પટેલને સ્ટેન્ડ બાય તરીકે રાખવામાં આવ્યો છે. પહેલા અક્ષર પટેલ ટીમમાં હતો અને શાર્દુલ ઠાકુર સ્ટેન્ડ બાય હતો.
ટી20 વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયા
વિરાટ કોહલી,( કેપ્ટન) રોહિત શર્મા (વાઇસ કેપ્ટન) લોકેશ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચહર, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી
સ્ટેન્ડ બાય ખેલાડીઃ શ્રેયસ ઐય્યર, અક્ષર પટેલ, દીપક ચહર
આ ખેલાડીઓ કરાવશે પ્રેક્ટિસ
આ ઉપરાંત અવેશ ખાન, ઉમરાન મલિક, હર્ષલ પટેલ, લુકમન મેરિવાલા, વેંકટેશ ઐયર, કર્ણ શર્મા, શાહબાઝ અહમદ અને કે.ગૌથમ ટીમ ઈન્ડિયાના બાયો બબલમાં ખેલાડીઓની પ્રેક્ટિસ માટે રહેશે.
Team India ની નવી જર્સી થઈ લોન્ચ
સંયુક્ત આરબ અમીરાત (UAE) અને ઓમાનમાં 17 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ટી 20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ બુધવારે ટ્વિટ કરીને ટીમની નવી જર્સી ચાહકો સાથે શેર કરી હતી. બીસીસીઆઈએ ટ્વીટમાં લખ્યું, 'ઈન્ટ્રોડયુઝિંગ ધ બિલિયન ચીયર્સ જર્સી.' ટીમ ઇન્ડિયાની નવી જર્સી જૂની જર્સીથી થોડી અલગ છે. અત્યાર સુધી ટીમ ઇન્ડિયાએ જે જર્સી પહેરી હતી તે ઘેરો વાદળી હતો. આ જર્સી પણ સમાન રંગની છે પરંતુ તેની ડિઝાઇન અલગ છે. તેની વચ્ચે આછા વાદળી રંગની પટ્ટી પણ આપવામાં આવી છે. અગાઉની જર્સીમાં, ખભા પર તિરંગો હતો, પરંતુ આ જર્સીમાં ખભા પર કોઈ ડિઝાઇન નથી.