Team India new jersey: સંયુક્ત આરબ અમીરાત (UAE) અને ઓમાનમાં 17 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ટી 20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ બુધવારે ટ્વિટ કરીને ટીમની નવી જર્સી ચાહકો સાથે શેર કરી હતી. બીસીસીઆઈએ ટ્વીટમાં લખ્યું, 'ઈન્ટ્રોડયુઝિંગ ધ બિલિયન ચીયર્સ જર્સી.'


BCCI એ પહેલા જ જણાવી દીધું હતું કે ટીમ ઇન્ડિયાની નવી જર્સી બુધવારે લોન્ચ કરવામાં આવશે. ટીમ ઇન્ડિયાની નવી જર્સી જૂની જર્સીથી થોડી અલગ છે. અત્યાર સુધી ટીમ ઇન્ડિયાએ જે જર્સી પહેરી હતી તે ઘેરો વાદળી હતો. આ જર્સી પણ સમાન રંગની છે પરંતુ તેની ડિઝાઇન અલગ છે. તેની વચ્ચે આછા વાદળી રંગની પટ્ટી પણ આપવામાં આવી છે. અગાઉની જર્સીમાં, ખભા પર તિરંગો હતો, પરંતુ આ જર્સીમાં ખભા પર કોઈ ડિઝાઇન નથી.






ક્યારે ટકરાશે ભારત-પાકિસ્તાન


ટી20 વર્લ્ડકપ 2021 આગામી 17 ઓક્ટોબરથી શરૂ થઇ રહ્યો છે, પરંતુ સૌથી મોટી રોમાંચક મેચ 24 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. આ મેચ સાજે 7.30 કલાકે દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. 


આ પહેલા છેલ્લીવાર ભારત અને પાકિસ્તાનની ટીમો 2019 વનડે વર્લ્ડકપમાં ટકરાઇ હતી. ત્યારે પણ ભારતે પાકિસ્તાનને માત આપી હતી. પાકિસ્તાન અત્યાર સુધ વનડે અને ટી20 વર્લ્ડકપમાં ભારત વિરુદ્ધ જીત નોંધાવી શક્યુ નથી.  









ભારતમાં રમાવવાનો હતો ટી20 વર્લ્ડકપ


પુરુષ ક્રિકેટનો મહાકુંભ ટી20 વર્લ્ડકપ 2021 આગામી 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી યુએઇ અને ઓમાનમાં આયોજિત કરવામાં આવશે, આ વર્લ્ડકપ પહેલા ભારતમાં રમાવવાનો હતો પરંતુ કોરોના મહામારીના કારણે બીસીસીઆઇએ વેન્યૂ શિફ્ટ કરીને યુએઇ અને ઓમાનમાં રમાડવાનો તખ્તો તૈયાર કર્યો હતો, જેને આઇસીસીએ માન્ય રાખીને ઇવેન્ટ પર મહોર મારી હતી. બીસીસીઆઇ સેક્રેટરી જય શાહે આ વાતની પહેલાથી જ જાણકારી આપી દીધી હતી. ખાસ વાત છે કે આ આયોજનમાં ભારતીય ક્રિકેટ બોર્ડ -બીસીસીસીઆઇ યજમાન બનેલુ જ રહેશે. 


આ ચાર સ્ટેડિયમમાં રમાશે તમામ મેચો


આઇસીસી અનુસાર, ટી20 વર્લ્ડકપની તમામ મેચોનુ આયોજન યુએઇ અને ઓમાનના 4 સ્ટેડિયમમાં કરવામાં આવશે. આમાં દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, અબુધાબીનુ શેખ જાયેદ સ્ટેડિયમ, શારજહાં સ્ટેડિયમ અને ઓમાન ક્રિકેટ એકેડમી ગ્રાઉન્ડ સામેલ છે.