નવી દિલ્હીઃ શિખર ધવન આઇપીએલ 2020માં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે, અત્યાર સુધી તેને આ આઇપીએલમાં 47.72ની એવરેજ અને 145ની સ્ટ્રાઇક રેટની સાથે 14 મેચોમાં 525 રન બનાવ્યા છે. ક્વૉલિફાયર મેચમાં પણ શિખર ધવન પર દારોમદાર છે, ડાબોડી આ ઓપનર પર દિલ્હીના હેડ કૉચ રિકી પૉન્ટિંગ પણ વિશ્વાસ રાખી રહ્યાં છે.


શિખર ધવન ગુરુવારે ક્વૉલિફાયર મેચ પહેલા આત્મવિશ્વાસમાં દેખાયો. શું ચાર ટાઇમની ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સની ટીમ આ મેચ માટે ફેવરેટ છે? આ સવાલ પર શિખરે મોટુ નિવેદન આપ્યુ. ધવને કહ્યું કે, મુંબઇ ઇન્ડિયન્સ ફેવરેટ છે, એવુ હુ નથી માનતો કેમકે દિલ્હી એક ક્વૉલિટી ટીમ છે, અને કોઇપણ ટીમને હરાવવા માટે સક્ષમ છે, અમારે બસ સારી ક્રિકેટ રમવાની છે, અને સટીક પ્લાનિંગની જરૂર છે, જો આમ થશે તો મેચ અમે જરૂર જીતી જઇશું.

શિખર ધવને મેચ પ્લાનિંગ વિશે કહ્યું કે, અમે સારી ક્રિકેટ રમવાના છીએ, રહાણે મીડિલ ઓર્ડરમાં ફરીથી ફોર્મમાં આવી ગયો છે, અને ખુલીને બેટિંગ કરવી વધુ આસાન બની ગઇ છે. શિખરે કહ્યુ કે રોહિતને અમારે રોકવો પડશે, રોહિત છેલ્લી કેટલીક મેચોમાં ફોર્મમાં નથી. દિલ્હીની ટીમ આ વાતનો ફાયદો ઉઠાવશે.

ઉલ્લેખનીય છે કે શિખર ધવને છેલ્લી મેચમાં ફિફ્ટી લગાવીને 500 રનોનો આંકડો પાર કરી લીધો છે, શિખર ધવને હજુ સુધી ચાર વાર આઇપીએલમાં 500થી વધુ રન બનાવ્યા છે.