Rishabh Pant vs Sanju Samson: ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે ભારતીય ટીમે પહેલા સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ટી-20 શ્રેણીમાં જીત મેળવી હતી, પરંતુ પછી વન ડે શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિરીઝમાં શિઘર ધવને કપ્તાનીની કરી હતી. ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ત્રણ T20I અને ત્રણ ODI રમી હતી. જેમાં વન ડે શ્રેણીમાં ભારતનો ન્યુઝીલેન્ડ સામે 1-0થી પરાજય થયો હતો. શ્રેણીમાં સંજુ સેમસન ચર્ચાનો વિષય રહ્યો હતો. 


જોકે બંને શ્રેણીમાં વિકેટકીપર અને બેટ્સમેન સંજુ સેમસનને માત્ર એક જ મેચમાં તક આપવામાં આવી હતી. તેને માત્ર એક જ ODI રમાડી હતી અને ત્યાર બાદ મેદાન બહાર કરવામાં આવ્યો હતો. આ મેચમાં સંજુએ 36 બનાવ્યાહતાં. ગઈકાલે વાઇસ-કેપ્ટન તરીકે ન્યુઝીલેન્ડ ગયેલા ઋષભ પંતને લગભગ તમામ મેચમાં રમાડવામાં આવ્યો હતો. ખાસ વાત એ છે કે, પંતનું ફોર્મ સાવ સામાન્ય કક્ષાનું રહ્યું હતું છતાંયે તેને તક આપવામાં આવી છે. 


સંજુએ હવે રાહ જોવી પડશે


પહેલી મેચ ઓકલેન્ડમાં રમાઈ હતી, જેમાં ન્યુઝીલેન્ડે 7 વિકેટે વિજય મેળવ્યો હતો. ત્યાર બાદ બંને વન ડે મેચ શરૂ તો થઈ હતી પરંતુ વરસાદને કારણે પરિણામ આવી શક્યું નહોતું અને મેચ રદ કરી દેવાઈ હતી. આમ ન્યૂઝીલેન્ડને સિરીઝમાં 1-0થી જીતી લીધી હતી. . સિરીઝ પૂરી થતાં જ ફરી એકવાર સંજુના ફેન્સ ભડક્યા છે. મોટાભાગના દિગ્ગજો પણ સંજુને ટેકો આપી રહ્યા છે.


પરંતુ વનડે કેપ્ટન ધવન આ બાબતે સહમત નથી. તેણે ત્રીજી વનડે બાદ કહ્યું હતું કે, પંતે ઈંગ્લેન્ડ સામે રમાયેલી છેલ્લી મેચમાં સદી ફટકારી હતી. તે એક મેચ વિનર ખેલાડી છે? તેને બેક કરવાની જરૂર છે. જ્યારે સંજુ તેની જગ્યા છે. તેણે સારું પ્રદર્શન કરવા છતાંયે રાહ જોવી પડશે.


વિશ્લેષણ બાદ જ લેવાય છે નિર્ણય


સંજુ સેમસનની જગ્યાએ ઋષભ પંતને તક આપવાને લઈને ધવને કહ્યું હતું કે, સંજુમસનની જગ્યાએ રિષભ પંતને તક આપવી મુશ્કેલ ન હતી. ઈંગ્લેન્ડ સામે તેણે 100 રનની ઇનિંગ રમી હતી. તેથી જે ખેલાડીએ સદી ફટકારી હોય તેને તક આપવામાં આવતી હોય છે. મોટા પરિદ્રશ્યમાં જોવામાં આવે છે કે, મેચ વિનર કોણ છે? કયા ખેલાડીને કેટલી તક આપવી અને કેટલી નહીં. આ બાબતો પણ વિશ્લેષણ દ્વારા નક્કી કરવામાં આવે છે.


ધવને આગળ કહ્યું હતું કે, સંજુ સમસન એકદમ સારું કરી રહ્યો છે. તે તેની જગ્યાએ યોગ્ય છે. તેણે જીતવાની તક મળે, તેણે સારું કર્યું છે. ઘણી વખત સારુ કરવા છતાંયે તકની રાહ જોવી પડે છે. કારણ કે પહેલા ખેલાડીનું પ્રદર્શન સારું હતું. તેની કુશળતા દર્શાવે છે કે તે મેચ વિનર છે. તેને બેકઅપની જરૂર છે, તે તેને આપવામાં આવી રહ્યું છે.