નવી દિલ્હીઃ ભારતીય ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહની બૉલિંગ એક્શન દુનિયાના અન્ય ફાસ્ટ બૉલરથી એકદમ અલગ છે, અને તેની આ એક્શનથી તે મોટા મોટા બેટ્સમેનોને હંફાવી દે છે. હવે જસપ્રીત બુમરાહની આ બૉલિંગ એક્શન પર પૂર્વ પાકિસ્તાની સ્ટાર શોએબ અખ્તરે કૉમેન્ટ કરી છે. શોએબ અખ્તરના મતે જસપ્રીત બુમરાહ પોતાની બૉલિંગ એક્શનના કારણે ક્રિકેટમાં લાંબી ઇનિંગ નહીં રમી શકે.

રાવલપિંડી એક્સપ્રેસ શોએબ અખ્તરે પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપડાની સાથે તેના યુટ્યૂબ શૉ આકાશવાણીમાં કહ્યું- જસપ્રીત બુમરાહની પાસે એક મુશ્કેલ એક્શન છે, તે ક્રિકેટના બધા ફોર્મેટમાં નહીં રમી શકે.

અખ્તરે કહ્યું કે તે તેની બહાદુરી છે કે ટેસ્ટ ક્રિકેટમાં તેને પોતાની બહાદુરી બતાવી છે, તે બહુજ મહેનતી છોકરો છે, અને બહુજ ફોક્સ્ડ છે. પરંતુ તેની પીઠ તેને સમર્થન કરશે. અખ્તરે કહ્યું કે હં તેની મેચ જોતો હશે તે તે પહેલા તે તુટી ગયો, તેના મિત્રોએ તેના 4-5 પગલાના રનઅપ વિશે કહ્યું. મે તેમને કહ્યું કે, આ રનઅપનો સવાલ નથી, પરંતુ ડિલીવરી સ્ટ્રાઇડ દરમિયાન લૉડિંગનો વિષય છે. તેની પીઠ આટલા વધારે સમય સુધી નહી ટકી શકે.



શોએબ અખ્તરે કહ્યું જસપ્રીત બુમરાહની બૉલિંગ એક્શન મુશ્કેલ છે, અને તેના કારણે તે ક્રિકેટના બધા ફોર્મેટમાં નહીં રમી શકે. તેને ટેસ્ટ ક્રિકેટમાં બહુ સાવધાન રહેવુ પડશે, અને સાથે સાથે કેપ્ટનને પણ, કેમકે આવી પ્રતિભાઓ બહુ ઓછી મળે છે.