રાવલપિંડીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચને લઇને પૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બૉલર શોએબ અખ્તરે સવાલો ઉઠાવ્યા છે. અખ્તરે કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે વેપાર થઇ રહ્યો છે, બન્ને દેશો વચ્ચે ડુંગળી અને ટાંમેટાનુ આદાનપ્રદાન થઇ રહ્યું છે તો ક્રિકેટ કેમ નથી રમાતી.


શોએબ અખ્તરે પોતાની યુટ્યૂબ ચેનલ મારફતે ક્રિકેટને લઇને બન્ને દેશો વચ્ચે સવાલો ઉભા કરી દીધા છે. શોએબ અખ્તરે કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે માત્ર ક્રિકેટ પર રાજનીતિ થઇ રહી છે. બન્ને દેશો વચ્ચે ડેવિસ કપ રમાય છે, કબડ્ડી રમાય છે, પણ ક્રિકેટ રમવા માટે કોઇ તૈયાર નથી. પાકિસ્તાન એકદમ સુરક્ષિત દેશ છે.



પૂર્વ બૉલરે સ્ટેકહૉલ્ડર્સને ટાર્ગેટ કરતાં કહ્યું કે બન્ને દેશ વચ્ચે ક્રિકેટ ના રમાવવા માટે આ લોકો જવાબદાર છે. વર્ષ 2012-13માં છેલ્લીવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝ રમાઇ હતી. આ પહેલા 2007માં બન્ને દેશોએ છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. બન્ને દેશો આઇસીસી ટૂર્નામેન્ટમાં આમને સામને ટકરાય છે તો સીરીઝ કેમ નથી રમાતી.



અમારા ત્યાં કબડ્ડી ટીમ આવી હતી, બાંગ્લાદેશની ટીમ પણ આવી હતી. બધાને ખુબ પ્રેમ મર્યો હતો, પણ બન્ને દેશો ક્રિકેટ પર રાજનીતિ કરી રહ્યાં છે.