રાવલપિંડી એક્સપ્રેસ શોએબ અખ્તરે પોતાની યુટ્યૂબ ચેનલ પર કહ્યું કે, જો ઇમાનદારીથી કહું તો મને નથી ખબર કે કોરોના વાયરસને કેર ક્યાં સુધી ચાલુ રહેશે. અને જ્યાં સુધી એ નહીં જાણી શકાય કે આનો સંક્રમણનો શિકાર થશે ત્યાં સુધી કોઇપણ પ્રકારની ક્રિકેટ નહીં રમી શકાય.
શોએબ અખ્તરે આગળ કહ્યું કે, મને તો ઓછામાં ઓછો એક વર્ષનો સમય લાગે છે, એક વર્ષ સુધી દુનિયામાં ક્યાંય પણ ક્રિકેટ નહીં થાય. મને લાગે છે કે વાયરસ એક વર્ષ સુધી આપણને મુશ્કેલીમાં મુકીને રાખશે. આ કપરો સમય છે. આગામી એક વર્ષ સુધી દુનિયા જ શરૂ નહીં થાય તો ક્રિકેટ ક્યાંથી શરૂ થશે.
ઉલ્લેખનીય છે કે, શોએબ અખ્તરે અગાઉ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધ સુધારવા માટે એક સીરીઝ કરાવવાની માંગ પણ કરી હતી, જોકે, વાત અટકી ગઇ હતી. હાલ દુનિયામાં કોરોનાના પ્રકોપના કારણે હવે ક્રિકેટ સંદતર બંધ થઇ ગઇ છે.