નવી દિલ્હીઃ ભારત અને ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરિઝની બીજી મેચ બુધવારે સેન્ટ લોરેન્સ ગ્રાઉન્ડ પર રમાઈ હતી.  આ મેચમાં ટોસ હાર્યા બાદ ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. ગત મેચમાં 91 રનની શાનદાર ઇનિંગ રમનાર સ્મૃતિ મંધાના આ વખતે 40 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. તેણે 51 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે મંધાનાએ વનડે ક્રિકેટમાં એક મોટી સિદ્ધિ મેળવી છે.






વનડેમાં સૌથી ઝડપી 3000 રન બનાવનાર ભારતીય બની


મંધાના વન-ડે ક્રિકેટમાં સૌથી ઝડપી 3000 રન પુરા કરનારી ભારતીય મહિલા ક્રિકેટર બની ગઈ છે. તેણે 76 વન-ડે ઇનિંગ્સમાં પોતાના 3000 રન પૂરા કર્યા હતા. આ સાથે મંધાનાએ પૂર્વ કેપ્ટન મિતાલી રાજનો રેકોર્ડ તોડી નાખ્યો છે. મિતાલીએ 88 ઇનિંગ્સમાં વન-ડેમાં તેના 3000 રન પુરા કર્યા હતા. ભારતીય ઓપનર મંધાના વન-ડે  ક્રિકેટમાં સૌથી ઝડપી 3000 રન પૂરા કરનાર વિશ્વની ત્રીજી ખેલાડી બની ગઈ છે. ઓસ્ટ્રેલિયાની બેલિન્ડા ક્લાર્કે 62 ઇનિંગ્સમાં અને મેગ લેગિંગે 64 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે.


વનડેમાં 3000 રન બનાવનારી ત્રીજી ભારતીય મહિલા બની


મંધાના વનડેમાં 3000 રન બનાવનારી ત્રીજી ભારતીય મહિલા ક્રિકેટર બની છે. તેમના પહેલા મિતાલી રાજ અને ભારતીય ટીમની વર્તમાન કેપ્ટન હરમનપ્રીત કૌરે આ સિદ્ધિ મેળવી છે. મંધાના ઈંગ્લેન્ડ સામેની પ્રથમ વનડેમાં નવ રનથી તેની સદી ચૂકી ગઈ હતી. તે 99 બોલમાં 91 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમ પ્રથમ મેચ જીતીને શ્રેણીમાં 1-0થી આગળ છે.


આ પણ વાંચોઃ


Gandhinagar: રાજ્ય સરકારે આ વિભાગના કર્મચારીઓના ભથ્થાઓમાં કર્યો નોંધપાત્ર વધારો


Bank Holidays in October 2022: ઓક્ટોબરમાં તહેવારના મહિનામાં 11 દિવસ બેંક રહેશે બંધ, જરૂરી કામ પહેલા જ પતાવી લેવા


Gujarat Assembly : સર્વ સંમિતિથી વિધાનસભામાં ઢોર નિયંત્રણ બિલ પાછું ખેંચાયું