Snake In LPL 2023: સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો લંકા પ્રીમિયર લીગનો છે. લંકા પ્રીમિયર લીગની લાઈવ મેચ દરમિયાન સાપ સ્ટેડિયમમાં પ્રવેશ્યો હતો. આ દરમિયાન ફિલ્ડિંગ કરી રહેલ ઇસરુ ઉદાના માંડ માંડ બચ્યો હતો. જો કે, આ પહેલીવાર નથી કે જ્યારે લંકા પ્રીમિયર લીગની લાઈવ મેચ દરમિયાન સ્ટેડિયમમાં સાપ ઘૂસ્યો હોય. ભૂતકાળમાં પણ લંકા પ્રીમિયર લીગની લાઈવ મેચ દરમિયાન સ્ટેડિયમમાં સાપ જોવા મળ્યો હતો.


વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો


લંકા પ્રીમિયર લીગની લાઈવ મેચ દરમિયાન સ્ટેડિયમમાં સાપ ઘૂસ્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ફાસ્ટ બોલર ઈસરુ ઉદાના સાપની ઝપેટમાં  આવતા આવતા માંડ માંડ બચ્યો હતો. તે મેદાન પર ફિલ્ડીંગ કરી રહ્યો હતો. પરંતુ તેને ખબર નહોતી કે તેની બાજુમાં સાપ છે. જ્યારે ઈસરુ ઉદાનાએ પોતાની પાસે સાપ જોયો તો તે આશ્ચર્યચકિત થઈ ગયો.


 






શ્રીલંકાના મેદાન પર સાપની એન્ટ્રી સતત થઈ રહી છે


લંકા પ્રીમિયર લીગની લાઈવ મેચ દરમિયાન સ્ટેડિયમમાં સાપ ઘૂસી જતાં રમત બંધ કરવી પડી હતી. જોકે, થોડા સમય બાદ જ રમત ફરી શરૂ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, લંકા પ્રીમિયર લીગની લાઈવ મેચ દરમિયાન સ્ટેડિયમમાં એક સાપ જોવા મળ્યો હતો. જે બાદ રમત બંધ કરવી પડી હતી.


31મી જુલાઈએ પણ આવી જ ઘટના બની હતી


 






શ્રીલંકામાં લીગ લંકા પ્રીમિયર લીગ 2023 30 જુલાઈથી શરૂ થઈ હતી. લીગની બીજી મેચ ગાલે ગ્લેડીયેટર્સ અને દામ્બુલા જાયન્ટ્સ (GT ​​vs DA) વચ્ચે 31મી જુલાઈએ રમાઈ હતી. તે સમયે પણ મેચ દરમિયાન  મેદાન પર સાપ નીકળ્યો હતો. સાપને બહાર કરવા માટે થોડીવાર માટે મેચ રોકવી પડી હતી. હવે તેનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.