Sonam Bajwa Confirms Dating Rumours : ક્રિકેટર શુભમન ગિલ આજકાલ ભારે ચર્ચામાં છે. તાજેતરમાં જ શુભમન ગિલે ન્યૂઝીલેન્ડ સામે 208 રનની રેકોર્ડબ્રેક ઇનિંગ રમી હતી. પરંતુ આ બેવડી સદી પછી તરત જ તેની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થવા લાગી. આ તસવીરમાં શુભમન અભિનેત્રી સોનમ સાથે હાથ મિલાવતો જોવા મળી રહ્યો છે. આ તસવીર જોઈને ફેન્સ આ બંનેના નામ જોડવા લાગ્યા.
આ તસવીર સામે આવ્યા બાદ અભિનેત્રીએ ટ્વીટ કરીને લિંકઅપના સમાચારને સ્પષ્ટ રીતે ખોટા ગણાવ્યા હતા. આટલું જ નહીં સોનમે ક્રિકેટરની લવ લાઈફનો પણ ખુલાસો કર્યો છે.
શુભમન ગિલ થોડા દિવસો પહેલા પંજાબી અભિનેત્રી સોનમ બાજવાના ચેટ શોમાં પહોંચ્યો હતો. બાદમાં આ જ શોની એક તસવીર 'ઝેવિયર અંકલ' નામના યુઝરે ટ્વિટર પર શેર કરી અને લખ્યું, 'ગીલની બેક ટુ બેક સેન્ચ્યુરીનું કારણ'. ત્યાર બાદ અન્ય યુઝર્સે પણ આ બંનેના લિંકઅપ વિશે ગણગણાટ કરવાનું શરૂ કરી દીધું હતું. જોકે, સોનમને આ વાતની જાણ થતાં જ તેણે ઝેવિયરની ટ્વીટને તરત જ રીટ્વીટ કરી અને લખ્યું, 'યે સબ સારા કા સારા ઝુઠ હૈ.'
સોનમે એક કાંકરે બે પક્ષી માર્યા છે. એક તો તેણે શુભમન સાથેના સંબંધોને ખોટા ગણાવ્યા અને બીજું 'સારા'ની હિંટ આપીને તેણે ક્રિકેટરના લેડી લવનો પર્દાફાશ કર્યો હતો.
ચાહકો મૂંઝવણમાં મુકાયા
શુભમન ગિલ પણ ચેટ શોમાં સોનમ બાજવા સામે 'સારા'ના નામ માટે સંમત થયો હતો, પરંતુ તેમ છતાં ચાહકો મૂંઝવણમાં છે. આ કારણ છે કે શુભમનના ચાહકો હજી પણ સમજી શકતા નથી કે ક્રિકેટર સારા અલી ખાનને ડેટ કરી રહ્યો છે કે સારા તેંડુલકરને. 23 વર્ષીય શુભમન ઘણી વખત સારા અલી ખાન સાથે જોવા મળ્યો છે. જ્યારે આ અગાઉ તેનું નામ સચિન તેંડુલકરની પુત્રી સારા સાથે પણ જોડાઈ ચુક્યું છે. તો હવે કઈ સારાને શુભમન ગિલ ડેટ કરી રહ્યો છે તેને લઈને ચાહકો બરાબરના મુંઝાયા છે.
Shubhman Gill: શુભમન ગિલ સારાને લઇને ગયો ડિનર ડેટ પર, હૉટલની તસવીરો વાયરલ, ફેન્સ ચોંક્યા...
ભારતીય ક્રિકેટ ટીમના ધાકડ ઓપનર બેટ્સમેન શુભમન ગિલનો તાજેતરનો ઝિમ્બાબ્વે પ્રવાસ ખુબ સફળ રહ્યો હતો, તેને તે પ્રવાસ દરમિયાન વનડે કેરિયરની પહેલી સેન્ચૂરી ફટકારી હતી, પોતાના આ પરફોર્મન્સના દમ પર તે ઝિમ્બાબ્વે પ્રવાસમાં પ્લેયર ઓફ ધ સીરીઝ બન્યો અને સચિન તેંદુલકરનો રેકોર્ડ તોડવામાં પણ સફળ રહ્યો હતો.
સમાચારોનુ માનીએ તો ઝિમ્બાબ્વે પ્રવાસ દરમિયાન હવે શુભમન ગિલ કાઉન્ટી ક્રિકેટ રમવાનો છે. આ બધાની વચ્ચે સોશ્યલ મીડિયા પર તેની એક તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે, જેમાં તે એક મિસ્ટ્રી ગર્લની સાથે દેખાઇ રહ્યો છે.
ફેન્સ થોડીવાર માટે લાગ્યુ કે આ છોકરી સારા તેંદુલકર છે, પરંતુ બાદમાં ખબર પડી કે આ છોકરીનુ નામ પણ સારા જ છે, પરંતુ આ સચિન તેંદુલકરની દીકરી નથી પરંતુ અભિનેત્રી સારા અલી ખાન છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શુભમન ગિલ આજકાલ લંડનમાં છે, જ્યાં તે બૉલીવુડ અભિનેત્રી સારા અલી ખાનની સાથે દેખાઇ રહ્યો છે.