કોલકાતાઃ બીસીસીઆઈના અધ્યક્ષ અને પૂર્વ ક્રિેકટ કેપ્ટન સૌરવ ગાંગુલીની તબીયત ફરીથી ખરાબ થઈ ગઈ છે. સૌરવ ગાંગુલીને ફરીથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. થોડા સમય પહેલા જ તેની એન્જિયોપ્લાસ્ટી થઈ હતી.


સૌરવ ગાંગુલીને આજે અચાનક છાતીમાં દુઃખાવ થયા બાદ તેને કોલકાતાની અપોલો હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

નોંધનીય છે કે થોડા સમય પહેલા જ ગાંગુલીને એટેક આવ્યા બાદ કોલકાતાની વુડલેન્ડ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

વુડલેન્ડ્સ હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ સૌરવ ગાંગુલીએ હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટરોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું, “હવે હું પૂરી રીતે સ્વસ્થ્ય અનુભવી રહી છું. હું સારવાર માટે હોસ્પિટલમાં ડો્કટરોનો આભાર માનુ છું. હવે હું બિલકુલ ઠીક છું.”હાલમાં હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ગાંગુલીએ ઘરમે આરામ કરવાનો રહેશે. આ દરમિયાન ઘરે જ ગાંગુલીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવશે.

વરિષ્ઠ ડોક્ટરોના નવ સભ્યોના બોર્ડની બેઠક દરમિયાન રૂપાલી બસુએ કહ્યું કે, ગાંગુલીની સારવાર કરી રહેલ ડોક્ટરો તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખશે. હાર્ટ એટેક આવ્યા બાદ ગાંગુલના હૃદયની એક મુખ્ય ધમનીમાં સ્ટેન્ટ મુકવામાં આવ્યું છે. જ્યારે આવનારા દિવસોમાં ફરી એન્જિયોપ્લાસ્ટી કરવી પડશે.

જણાવીએ કે, વિતેલા સપ્તાહે શનિવારે હાર્ટ એટેકે આવ્યા બાદ 48 વર્ષના ગાંગુલીને કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.