ગાંગુલીને જ્યારે પુછવામાં આવ્યું કે શું તેમને વિકેટની પાછળ મહેન્દ્ર સિંહ ધોનીની ખોટ વર્તાઈ રહી છે. ત્યારે તેમણે કહ્યું તે (પંત) શાનદાર ખેલાડી છે. તેને થોડો સમય આપવાની જરૂર છે. તે સારુ પ્રદર્શન કરશે.
ગાંગુલીએ કહ્યું, “તે ધીરે ધીરે પરિપક્વ થશે, ટીમ ઈન્ડિયાએ ગુરુવારે શાનદાર રમત રમી. બાંગ્લાદેશ સામે પ્રથમ ટી20માં 26 બોલમાં 27 રન બનાવનાર પંતની ખરાબ વિકેટકીપિંગ અને ખોટા ડીઆરએસના કારણે ટીમને ભોગવવું પડ્યું હતું અને બાંગ્લાદેની ટીમ પહેલીવાર ટી20માં ભારતને હરાવવામાં સફળ રહી હતી.
બાંગ્લાદેશ વિરુદ્ધ રાજકોટમાં રમાયેલી બીજી ટી-20 મેચમાં પણ રિષભ પંતે વિકેટકીપિંગમાં એક મોટી ભૂલ કરી દીધી હતી. પંતની આ ભૂલનો ફાયદો બાંગ્લાદેશના બેટ્સમેનને મળ્યો હતો. રિષભ પંતે બોલને વિકેટની આગળથી પકડી લીધો હતો, અને ગ્લવ્સનો કેટલોક ભાગ સ્ટંપ્સની આગળ હતો. જેના કારણે અમ્પાયરે લિટન દાસને નોટ આઉટ આપ્યો હતો સાથે નો બોલ આપ્યો હતો અને ફ્રી હીટ પણ આપી હતી. જો કે બાદમાં પંતે જ તેને રન આઉટ કર્યો હતો.
રીષભ પંતે બીજી ટી-20માં પણ કરી એવી મૂર્ખામી કે સોશિયલ મીડિયા પર ઉડી ખરાબ મજાક, જાણો વિગત