IND vs SA 2nd ODI: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રવિવારે રાંચીમાં ત્રણ મેચની વન-ડે સીરિઝની પહેલી મેચ રમાઈ હતી. આ મેચમાં કુલ 681 રન બન્યા હતા. બંને ટીમોએ 300થી વધુનો સ્કોર કર્યો હતો, પરંતુ અંતે ટીમ ઈન્ડિયા 17 રનથી જીતી ગઈ હતી. બંને ટીમો વચ્ચે બીજી વન-ડે 3 ડિસેમ્બર, બુધવારના રોજ રમાશે. બીજી વન-ડેમાં દક્ષિણ આફ્રિકાની પ્લેઈંગ ઈલેવન કેવી દેખાઈ શકે છે.
દક્ષિણ આફ્રિકા ત્રણ ફેરફારો કરી શકે છે
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી વન-ડે 3 ડિસેમ્બર, બુધવારના રોજ રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમ ખાતે રમાશે. ટોસ બપોરે 1 વાગ્યે થશે, મેચ 1:30 વાગ્યે શરૂ થશે. દક્ષિણ આફ્રિકાની ટીમ આ મેચ માટે તેમની પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ મોટા ફેરફારો કરી શકે છે.
ટેમ્બા બાવુમા કરી શકે છે વાપસી
પ્રથમ વન-ડે મેચમાં દક્ષિણ આફ્રિકા માટે રિયાન રિકેલ્ટન અને એડન માર્કરામે ઇનિંગની શરૂઆત કરી હતી. વિકેટકીપર-બેટ્સમેન ક્વિન્ટન ડી કોક ત્રીજા નંબરે રમ્યો હતો, પરંતુ નિયમિત કેપ્ટન ટેમ્બા બાવુમા રાયપુરમાં બીજી વનડેમાં વાપસી કરી શકે છે. આવી સ્થિતિમાં ડી કોક અને માર્કરામ ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે, જ્યારે બાવુમા ત્રીજા નંબરે બેટિંગ કરી શકે છે.
આ ક્રિકેટરને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળી શકે છે
દક્ષિણ આફ્રિકાના સૌથી સફળ સ્પિનરોમાંના એક કેશવ મહારાજ પ્રથમ વનડેમાં રમ્યા ન હતા. રાંચીમાં પ્રિનેલન સુબ્રાયન એકમાત્ર સ્પિનર હતા, જેમણે 10 ઓવરમાં 73 રન આપ્યા હતા અને એક પણ વિકેટ લીધી ન હતી. તેથી કેશવ મહારાજ બીજી વનડેમાં પ્રિનેલન સુબ્રાયનને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપી શકે છે.
ઓટનિલ બાર્ટમેન રાંચીમાં પ્રથમ વનડેમાં ખૂબ મોંઘા સાબિત થયા, તેણે 10 ઓવરમાં 60 રન આપ્યા હતા. અનુભવી ઝડપી બોલર લુંગી એનગિડી રાયપુરમાં રમાનારી બીજી વનડે માટે પ્લેઇંગ ઇલેવનમાં તેમનું સ્થાન લઈ શકે છે.
બીજી વનડે માટે દક્ષિણ આફ્રિકાની સંભવિત પ્લેઇંગ ઇલેવન
એડન માર્કરામ, ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), ટેમ્બા બાવુમા (કેપ્ટન), મેથ્યુ બ્રીટ્ઝકે, ટોની ડી જોર્ઝી, ડેવાલ્ડ બ્રેવિસ, માર્કો જેન્સન, કોર્બિન બોશ, કેશવ મહારાજ, નાન્દ્રે બર્ગર અને લુંગી એનગિડી